Surat: કોંગ્રેસ શૂન્યમાં સમાઇ, આપની 27 બેઠકો સાથે એન્ટ્રી, ભાજપને મળી 93 બેઠકો

ભાજપ (BJP) ની 30 વોર્ડમાંથી 22 વોર્ડમાં આખી પેનલ જીતી છે, ભાજપે (BJP) 93 બેઠક પર અને આપ (AAP) ને 27 બેઠક જીતવામાં સફળતા મળી છે

Surat: કોંગ્રેસ શૂન્યમાં સમાઇ, આપની 27 બેઠકો સાથે એન્ટ્રી, ભાજપને મળી 93 બેઠકો

સુરત: ગુજરાત (Gujarat) ની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે. સવારે 9 વાગે અમદાવાદ (Ahmedabad), વડોદરા (Vadodara), સુરત (Surat), રાજકોટ (Rajkot), જામનગર (Jamnagar) અને ભાવનગર (Bhavnagar) માં શરૂ થઈ હતી. સુરતની કુલ 120 બેઠકો માટે 484 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઈ ગયો છે. સુરત (Suarat) માં સૌથી વધુ ચોંકાવનારું પ્રદર્શન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ની પાર્ટી AAP નું જોવા મળી રહ્યું છે. તો કોંગ્રેસ (Congress) શૂન્યમાં સમાઇ ગઇ છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (Surat Municipal Corporation) માં કોંગ્રેસ પોતાની અસ્તિત્વ ગુમાવી ચૂકી છે. જ્યારે આપ 27 બેઠકો પર જીતી ગઈ છે. અને હવે આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) માં વિપક્ષમાં બેસશે.  

ભાજપ (BJP) ની 30 વોર્ડમાંથી 22 વોર્ડમાં આખી પેનલ જીતી છે, ભાજપે (BJP) 93 બેઠક પર અને આપ (AAP) ને 27 બેઠક જીતવામાં સફળતા મળી છે. જ્યારે વોર્ડ નંબર 1, 6, 8, 10, 11, 12, 14, 15, 18, 19, 21, 22, 23, 24, 25, 27, 28, 29, 30માં ભાજપ (BJP) ની પેનલની જીત થઈ છે. તો સાત નમ્બરના વોર્ડમાં બે અને ભાજપે (BJP)  ત્રણ બેઠકો જીતી છે. આપ (AAP) ની 6 વોર્ડમાં આખી પેનલ જીતી છે, તો વોર્ડ નંબર 2, 3, 4, 5, 16 અને 17માં આપી પેનલ તો વોર્ડ 7મા બે અને વોર્ડ 8માં એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. 

કોંગ્રેસ માટે ચિંતાનો વિષય
રાજ્યની છ મહાનગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટી (BJP) નો ભગવો લહેરાયો છે. કોંગ્રેસ પાર્ટી આ ચૂંટણીમાં ખાસ પ્રદર્શન કરી શકી નથી. 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આ મોટો ચિંતાનો વિષય છે. સુરતમાં પણ કોંગ્રેસનો પરાજય થતાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકા (Babubhai raika) એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. 

2015માં સુરતમાં કેવી હતી સ્થિતિ
સુરત (Surat) શહેરમાં કુલ 30 વોર્ડ અને 120 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં વર્ષ 2015માં ભાજપ (BJP) ને પાટીદાર અનામત આંદોલનના પગલે માત્ર 89 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. જયારે કોંગ્રેસ (Congress) નો 37 બેઠક પર વિજય થયો હતો. જ્યારે આ વર્ષે સુરતનો ડાયમંડ અને ટેકસટાઇલ ઉદ્યોગ કોરોના અને જીએસટીનો માર સહન કરી રહ્યો છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી (AAP) ની એન્ટ્રી થઇ હતી જેને લીધે કોંગ્રેસને મોટું નુકસાન થયું છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતીને પોતાનો દમ બતાવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news