અમદાવાદની સરકારી સ્કૂલોમાં અનોખો પ્રોજેક્ટ, વાંચીને સુધરી જશે દિવસ
અમદાવાદમાં આવેલા કાંકરિયા ખાતે રાજ્યની પ્રથમ સરકારી `સ્માર્ટ સ્કૂલ` શરુ થઈ ચુકી છે. આ સ્માર્ટ સ્કૂલમાં ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને અત્યાધુનિક સુવિધાઓ સાથે અભ્યાસ કરાવાઈ રહ્યો છે ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્માર્ટ લુક પણ અપાઈ રહ્યો છે
અતુલ તિવારી, અમદાવાદ : અમદાવાદમાં આવેલા કાંકરિયા ખાતે રાજ્યની પ્રથમ સરકારી 'સ્માર્ટ સ્કૂલ' શરુ થઈ ચુકી છે. આ સ્માર્ટ સ્કૂલમાં ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને અત્યાધુનિક સુવિધાઓ સાથે અભ્યાસ કરાવાઈ રહ્યો છે ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્માર્ટ લુક પણ અપાઈ રહ્યો છે. સરકારી સ્કુલમાં લઘર વઘર જોવા મળતા હજારો વિદ્યાર્થીઓ હવે સ્માર્ટ લુકમાં જોવા મળશે.
આ હસતીરમતી છોકરીનું અચાનક થયું મૃત્યુ, ગુસ્સે ભરાયું આખું વડોદરા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તેના હસ્તકની 387 શાળાઓમાં અભ્યાસ કરતા સવા લાખ જેટલા વિદ્યાર્થીઓનું મેકઓવર કરવાનું કામ શરૂ થઈ ગયું છે. આ કાર્ય માટે સ્કૂલ બોર્ડની મંજૂરી બાદ અમદાવાદમાં હેર કટિંગના વ્યવસાય સાથે સંકળાયેલી ખાનગી સંસ્થા મદદ કરી રહી છે. નારણપુરાની મ્યુનિસિપલ સ્કૂલ નંબર 1 અને 2થી આ નવતર પ્રયોગની શરૂઆત થઈ છે. હવે સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને તેમની ઇચ્છા પ્રમાણે હેરસ્ટાઇલ કરવામાં આવી રહી છે જેના કારણે બાળકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. આ હેર કટિંગ માટે મ્યુનિસિપલ સ્કૂલમાં બાળકો તેમના વારા માટે કતારોમાં બેઠેલા પણ જોઈ મળી રહ્યા છે. સ્કૂલોમાં વિદ્યાર્થીના પુરુષ અને વિદ્યાર્થીનીના મહિલા હેર કટર દ્વારા હેર કટ કરાઈ રહ્યા છે. ઝી 24 કલાક સાથે વાત કરતા કેટલીક વિદ્યાર્થીનીઓએ પહેલીવાર પોતાના હેર કટ કરાવ્યાનું જણાવ્યું હતું અને આ પ્રકારે આયોજન સમાયંતરે થતું રહે તેવી આશા વ્યક્ત કરી હતી.
બિભત્સ વાતો કરીને વિદ્યાર્થીનીને ફસાવનાર લંપટ પ્રોફેસરનો થશે આબાદ બચાવ? અપનાવ્યો નવો પેંતરો
હાલમાં મફતમાં હેર કટિંગ કરતી સંસ્થાના 30 સભ્યોની ટીમ અમદાવાદની વિવિધ મ્યુનિસિપલ સ્કૂલમાં જઈ રહી છે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડે નહિ તે ધ્યાને રાખી રીસેસના સમયમાં અને સ્કૂલ છુટ્યા બાદ એક-બે કલાક રોકાઈને વિદ્યાર્થીઓના હેર કટિંગ કરી રહી છે. બાળકોના મફતમાં હેર કટિંગ કરાવવા અંગેના નવતર પ્રયોગ મામલે વાત કરતા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન ધિરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે સ્કુલ બોર્ડ 'સ્વચ્છ ભારત - સ્વચ્છ ગુજરાત'ના ઉદ્દેશ સાથે આગળ વધી રહ્યું છે. મફતમાં બાળકોના હેર કટ કરીને તેમને સ્માર્ટ લુક આપવો એ એક પ્રકારની સ્વચ્છતા જ છે. મ્યુનિસિપલ શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ પરીવારમાંથી આવતા બાળકો સ્માર્ટ દેખાય તે જરુરી છે. તેઓના પરિવારજનોને પણ એ લાગવુ જોઈએ કે તેઓનું બાળક શાળામાં સ્માર્ટ બનીને આવ્યું છે અને આ પ્રયોગ થકી બાળકને ખ્યાલ આવશે કે હેર કટિંગ થયા બાદ એ કેવું સુંદર દેખાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક..