ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં નવી દરખાસ્ત, દંડ વસુલીને પણ ઢોર છોડવામાં નહીં આવે
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં કમિશ્નરે દંડની નવી જોગવાઈ માટેની દરખાસ્ત મૂકી હતી તેને પસાર કરવામાં આવી હતી. દરખાસ્તમાં જણાવ્યું હતું કે, પ્રથમ વખત અને બીજી વખત પકડાયેલા ઢોરને દંડ લઈને છોડવામાં આવશે
હિતલ પારેખ, ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાના શહેરી વિસ્તારમાં રખડતા ઢોર પકડવામાં આવશે તો દંડ વસુલીને પણ ઢોર છોડવામાં નહીં આવે સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવ્યો છે. રખડતા ઢોરના દંડની નવી જોગવાઈઓ કરવામાં આવી છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં કમિશ્નરે દંડની નવી જોગવાઈ માટેની દરખાસ્ત મૂકી હતી તેને પસાર કરવામાં આવી હતી. દરખાસ્તમાં જણાવ્યું હતું કે, પ્રથમ વખત અને બીજી વખત પકડાયેલા ઢોરને દંડ લઈને છોડવામાં આવશે. જ્યારે ત્રીજી વખત પકડાશે તો પશુઓને કાયમી ધોરણે પાંજરાપોળમાં મોકલવામાં આવશે.
માતાની નજર સામે 5 વર્ષનું બાળક ડમ્પર નીચે કચડાયું, ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડાઈ
17 મુદ્દાનો ઠરાવ મંજૂર કર્યો છે. જે ગાંધીનગર મહાનગરપાલીકાના વિકાસ માટે જરૂરી છે. રખડતા ઢોર પકડાય તો દંડની રકમ વધારવામાં આવી છે. ત્રણ વાર રખડતા ઢોર પકડાશે તો દંડ વસુલાશે ચોથી વખત પકડાશે તો છોડવામાં આવશે નહીં.
સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં હત્યોરો ફેનિલ દોષિત જાહેર, પરિવારે કરી કડકમાં કડક સજાની માંગ
નીલ ગાય પકડવા બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. ચૂંટણી વહેલા આવે મહેકમ અટકાવાય માટે મહેકમને સામાન્ય સભામાં ન લઈ શકાય. નવા વિસ્તારનો સમાવેશ થયો છે ત્યારે નવા મહેકમને પૂરવણિ તરીકે મંજૂરી અપાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube