`મેં ઝાલીમ હત્યારા...યહાં ફૈલ ગયા મેરે હી મોતો કા જાલ`, પોતાના જ ગીતમાં તથ્યએ લખેલા શબ્દો સાચા પડ્યા!
SickkOfficials નામે તથ્ય પટેલની યુ-ટ્યુબ ચેનલ છે. જેમાં તેને 2 મહિના પહેલાં જ એક વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયોમાં તે રેપ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તથ્યને ઘણાં વ્યુ મળી રહ્યા છે.
Iskcon Bridge Accident: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ત્રણ પોલીસ કર્મચારીઓ સહિત 9 લોકોના જીવ લેનારા અબજોપતિ નબીરા તથ્ય પટેલ અને તેના માલેતુજાર પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6 લોકોની પોલીસે અટકાયત કરી છે. રાત્રે જેગુઆર કારમાં અબજોપતિ નબીરા તથ્ય સાથે તેની ત્રણ મહિલા મિત્રો પણ કારમાં સવાર હતી. હાલ આરોપી તથ્ય હોસ્પિટલમાંથી સરખેજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. ત્યારે તથ્ય પટેલના મામલે નવા ખુલાસા સામે આવી રહ્યા છે. હવે તથ્ય પટેલની યુ-ટ્યુબ ચેનલ સામે આવી છે. જેમાં તથ્ય પટેલ હીરો બનવાનો શોખ રાખતો હોય તેવું લાગી રહ્યું છે. જેમાં તે રેપ વીડિયો બનાવતો જોવા મળી રહ્યો છે.
આ VIDEO જોઈ ગુસ્સો ફાટશે! ફૂંક મારી વાળ લહેરાવ્યા..કેમેરા સામે કીધું 'થાય તે કરી લો'
SickkOfficials નામે તથ્ય પટેલની યુ-ટ્યુબ ચેનલ
SickkOfficials નામે તથ્ય પટેલની યુ-ટ્યુબ ચેનલ છે. જેમાં તેને 2 મહિના પહેલાં જ એક વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયોમાં તે રેપ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તથ્યને ઘણાં વ્યુ મળી રહ્યા છે. નબીરો તથ્ય પટેલ ઘણી લકઝરીયસ લાઈફ જીવતો દેખાય છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર ઘણાં ફોટોમાં જોવા મળી રહ્યો છે. તથ્ય પટેલની મોંઘી ગાડીઓ સાથે અને મોજ શોખ સાથેના ફોટોમાં જોવા મળી રહ્યા છે. તેમજ હજી એક અઠવાડિયા પહેલા જ તેને ઘણી નવા નવા ફોટો પોસ્ટ કર્યા છે.
શું 4 લાખમાં અમારો 20 વર્ષનો દીકરો પરત આવશે? આવતો હોય તો અમે સરકારને 8 લાખ આપીશું
ઉલ્લેખનીય છે કે, ત્રણ યુવતીઓ અને બાકીના તેના મિત્રો રાત્રે જ અકસ્માત સર્જીને ફરાર થઈ ગયા હતા તો અબજોપતિ નબીરા તથ્યને તેના માલેતુજાર પિતા પ્રજ્ઞેશ પટેલ રાત્રે મોંઘી ગાડી લઈને આવ્યા અને અકસ્માત સ્થળેથી પોતાના કુપુત્ર લઈને ફરાર થઈ ગયા હતા જે બાદ તેમણે સિમ્સ હોસ્પિટલમાં પોતાના અબજોપતિ નબીરાને દાખલ કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી સૂચનાથી પોલીસે સિમ્સ હોસ્પિટલમાં જ તેને નજરકેદ કર્યો છે.
ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું: આ જિલ્લામાં બે દિવસ શાળાઓ બંધ, કેશોદમાં 6 ઈંચ, જામનગરમા
મધરાતે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જાણે મોતનું તાંડવ સર્જાયું. તથ્ય પટેલ રાત્રે પૂરપાટ ઝડપે કાર લઈને આવ્યો અને એક જ ટક્કરે 9 લોકોની જિંદગી કચડીને પૂરી કરી નાંખી. ડમ્પર અને થાર ગાડીનો એક્સિડન્ટ જોવા ઊભેલાં ટોળાં પર બેફામ તથ્યની કાર ફરી વળી. તથ્ય સાથે કારમાં ત્રણ યુવતી અને બે યુવક હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દૃશ્ય સર્જાય છે એમ લોકો 25થી 30 ફૂટ દૂર ફંગોળાયા. તથ્યએ લાઇસન્સ મળ્યાના એક વર્ષમાં જ પોત પ્રકાશ્યું. મૃતકોના પરિવારજનોએ રાજકીય નેતાઓએ મળીને સાંત્વના પાઠવી અને કડક કાર્યવાહીની ખાતરી આપી. મૃતકોનાં પરિવારજનોએ હૈયાફાટ રુદન કરતાં ગમગીન વાતાવરણ જોવા મળ્યું. તો સરકારે મૃતકોના પરિવારજનોને સહાય આપવાની પણ જાહેરાત કરી.
Heart Care: હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવવો ન હોય તો આજથી જ શરુ કરી દો આ ચાર કામ
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવા અકસ્માતમાંનો છે.. જેમાં 9 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે.. આ અકસ્માતમાં એક હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનું મોત થયું છે.. રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે લોકોને અડફેટે લીધા હતા.. આ અકસ્માતમાં રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયાં હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દૃશ્ય સર્જાય છે તેમ લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા.
BAPS: મુસ્લિમ દેશ યૂએઇમાં ખુલશે પ્રથમ હિંદુ મંદિર, સામે આવી તારીખ
ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં એસજી 2 ટ્રાફિક પીઆઇ વીબી દેસાઈ ફરિયાદી બન્યા છે. ત્યારે IPC 304, 279, 337, 338, એમવી Act 177, 184 આ ઉપરાંત માનવ વધ કલમ 304 અને 279 બે જવાબદારી પૂર્વક વાહન ચલાવવા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.. તેમજ 184 ઓવર સ્પીડમાં કાર ચલાવવાને લઇ ગુનો દાખલ કરવામાં આવે છે.. લોકોના જીવ સાથે ચેડાં કરવા અને તેમાં કોઈનું મોત નીપજતા કલમ 377, 338 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.