ગુજરાતને શરમજનક સ્થિતિમાં મુકનાર દિલ્હીના અભયા કેસ કરતા પણ ગુંચવાડાવાળા કેસમાં નવા ઘટસ્ફોટ
* દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ પોતાની ડાયરીમાં કોઈ તેનો પીછો કરે છે તેવી શંકા વ્યક્ત કરી હતી.
* જો યુવતી એ આપઘાત જ કરવો હતો તો પોતાની સાથે 15 થી 20 જોડી કપડાં કેમ લઈ ગઈ ?
* સુરત પોતાની બહેનપણી ના ઘરે જાઉ છું અને ત્યાંજ રોકાઈશ તેવું માતાને કેમ કહ્યું ?
* સુરત માં પીડિતાની કોઈ બહેનપણી ન હોવાનો પોલીસ તપાસ માં ખુલાસો
* યુવતી ની બહેનપણી અને સંસ્થા એ પોલીસ ને જાણ કેમ ન કરી ?
હાર્દિક દીક્ષિત/ વડોદરા : શહેરમાં એનજીઓમાં કામ કરતી યુવતી પર દુષ્કર્મ બાદ આપઘાતના કિસ્સામાં પ્રત્યક્ષ દર્શી ડ્રાઈવરે કહ્યું કે, જો યુવતીની બહેનપણી અને સંસ્થાએ ઘટનાને ગંભીરતાથી લીધી હોત તો આજે પીડિત યુવતીએ આપઘાત કરવાનો વારો ન આવ્યો હોત. ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ આરોપીઓને ઝડપી પાડવા અન્ય રાજ્યોમાં તપાસ લંબાવવામાં આવી છે.
ફરી એકવાર કોરોનાએ વધાર્યું ગુજરાતીઓનું ટેન્શન, આ સમાચાર વાંચી લેજો નહીતર મર્યા સમજો!
સમગ્ર ઘટના પર નજર કરીએ તો વડોદરા શહેરના એનજીઓમાં કામ કરતી 19 વર્ષીય યુવતી શહેરના દિવાળીપુરા ખાતે આવેલા વેકસીન ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે રીક્ષામાં આવેલ બે શખ્સો દ્વારા અકસ્માત સર્જીને તેને ઘરે મુકી જવાની બાંહેધરી આપી યુવતીને ઝાડીમાં લઇ જઈ તેના પર સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાથી હેબતાઈ ગયેલી માસૂમ યુવતીએ હતાશ થઈ ગુજરાત કવીન ટ્રેનમાં ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર ઘટનાની તપાસમાં પ્રત્યક્ષ દર્શી બસ ડ્રાઇવર ખૂબ મહત્વની કડી સાબિત થયો છે.
Children's Day: અમદાવાદમાં AMC સંચાલિત ડેન્ટલ હોસ્પિટલમાં બાળકોની બાળ દિવસની ઉજવણી
ખાનગી કંપનીમાં બસ ડ્રાઇવર તરીકે કામ કરતા કાનજી ખાંટે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તેણે યુવતીને અર્ધનગ્ન હાલતમાં ઉભેલી જોઈ હતી. એક માલધારી કાકા અને મેં યુવતીના કપડાં શોધી તેની મદદ કરી. મારા મોબાઈલ માંથી યુવતીની બહેનપણીને ફોન કરી બોલાવી હતી. ચકલી સર્કલ પાસે યુવતીની બહેનપણીનો ભેટો કરાવ્યો હતો. યુવતીની બહેનપણી અને સંસ્થાએ ઘટનાને ગંભીરતાથી ન લીધી. જો ઘટનાને ગંભીરતાથી લીધી હોત તો આજે યુવતી આપણી વચ્ચે હોત. વધુ માં તેને જણાવ્યું હતું કે, મારા જીવને પણ જોખમ છે પરંતુ હું યુવતીને ન્યાય અપાવવા પોલીસને મદદ કરી રહ્યો છું.
અમિત ચાવડાએ નરેશ પટેલના નિવેદનનો આપ્યો જવાબ, કહ્યું- 'હવે આવનારા દિવસોમાં પરિવર્તન આવશે'
અત્રે ઉલ્લેખનીય છે કે, સંસ્કારી નગરી વડોદરામાં બનેલી આ ઘટના સમગ્ર રાજ્ય માટે કલંક રૂપ ઘટના છે. જેની ગંભીર નોંધ રાજ્ય સરકારે પણ લીધી છે. ત્યારે પોલીસ દ્વારા વિવિધ 25 જેટલી ટીમો બનાવી રાજ્ય બહાર પણ તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પ્રત્યક્ષ દર્શી ડ્રાઇવરને સાથે રાખી ઘટના સ્થળની ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા પોલીસ રેલવે પોલીસ ડોગ સ્ક્વોડ અને FSLની ટીમો પણ જોડાઈ હતી. રેલવે આઈજી સુભાષ ત્રિવેદીએ આરોપીઓ બે થી વધુ હોવાની શંકા વ્યક્ત કરી અને જણાવ્યું કે, પોલીસ દ્વારા ગુજરાત કર્ણાટક સહિત અન્ય રાજ્યોમાં તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી પોલીસે 400 થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાશ્યા છે. આરોપીઓને ટુક સમયમાં જ ઝડપી લેવાશે.
વડોદરા દુષ્કર્મ-આપઘાત કેસ: યુવતીના CCTV ફૂટેજ સામે આવ્યા, વીડિયોમાં એવું દેખાયું કે....
આપઘાત પહેલા યુવતી સુરત ગઈ હતી. જેના સીસીટીવી ફૂટેજ પોલીસને મળી આવ્યા છે. યુવતીએ તેની માતાને સુરત મરોલા પાસે રહેતી બહેનપણી નિર્મલાને મળવા જાવ છું તેમ જણાવ્યું હતું અને રાત્રે બહેનપણીના ઘરે જ રોકાઈશ તેમ પણ કહ્યું હતું. યુવતી પોતાની સાથે એક થેલો લે છે, જેમાં 15 થી 20 જોડી કપડાં સહિત જરૂરી સામાન મૂકે છે. પોલીસે સુરતના મરોલામાં તપાસ કરતાં નિર્મલા નામની કોઈ બહેનપણી રહેતી ન હોવાનુ સામે આવ્યું છે, ત્યારે શંકા ઉપજાવે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે હત્યા છે કે, આત્મહત્યા તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube