ફરી એકવાર કોરોનાએ વધાર્યું ગુજરાતીઓનું ટેન્શન, આ સમાચાર વાંચી લેજો નહીતર મર્યા સમજો!
ગુજરાતના 43 લાખ લોકોએ હજુ સુધી કોરોના વેક્સીનનો એક પણ ડોઝ લીધો નથી. આ 43 લાખ લોકો કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે અને આ લોકો સામે ત્રીજી લહેરનો સૌથી વધુ ખતરો છે.
Trending Photos
ઝી ન્યૂઝ/બ્યુરો: ગુજરાતમાં કોરોનાના વધતાં જતા કેસ વચ્ચે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના 43 લાખ લોકોએ હજુ સુધી કોરોના વેક્સીનનો એક પણ ડોઝ લીધો નથી. આ 43 લાખ લોકો કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે અને આ લોકો સામે ત્રીજી લહેરનો સૌથી વધુ ખતરો છે.
રાજ્યમાં કુલ રસીકરણ 7.41 કરોડ થયું છે, જેમાંથી 4.50 કરોડને પહેલો ડોઝ જ્યારે 2.90 કરોડને બન્ને ડોઝ અપાઇ ગયા છે. 18 વર્ષ ઉપરની વસતીમાં 91 ટકા પહેલા ડોઝનું જ્યારે 59 ટકા બન્ને ડોઝ માટે રસીકરણ પૂર્ણ થયું છે. રાજ્યમાં 18 વર્ષ ઉપરની કુલ વસતી 4.93 કરોડ છે એટલે કે રાજ્યમાં હજુ 43 લાખ લોકો એકપણ ડોઝ લીધા વિના ફરી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા 10 દિવસમાં રાજ્યમાં પહેલા ડોઝનું રોજનું સરેરાશ રસીકરણ માત્ર 20 હજાર જ થાય છે. એ ઝડપે ગણીએ તો રાજ્યમાં પહેલા ડોઝના 100 ટકા રસીકરણ માટે હજુ 2-3 મહિનાની રાહ જોવી પડે એમ છે.
રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં 2.05 લાખ રસીકરણ પહેલા ડોઝ માટે થયું છે. જો કે ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓ અને 16 હજારથી પણ વધારે ગામોમાં પહેલા ડોઝ માટે 100 ટકાનું રસીકરણ પૂર્ણ થઇ ગયું છે, અને મોટા રાજ્યોમાં બન્ને ડોઝ આપવામાં ગુજરાત આગળ છે. હાલ રાજ્યમાં એક પણ ડોઝ ન લેનારા લોકોને રસી લેવા માટે ઝી 24 કલાક અપીલ કરી રહ્યું છે.
કોરોનાની ત્રીજી વેવની શરૂઆત!, સુરતમાં પુણેથી આવેલા દાદાને ચેપ લાગતા આખો પરિવાર સંક્રમિત
રાજ્યમાં 4.04 કરોડ પુરૂષોએ જ્યારે 3.36 કરોડ મહિલાઓનું રસીકરણ થયું છે. છેલ્લા કેટલાક સમયનો રસીકરણનો ટ્રેન્ડ જોઇએ તો શહેરી વિસ્તારો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં વધારે રસીકરણ જોવા મળી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે