saurastra university : હાલ દેશના અનેક મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ લગાવાયો છે. મહિલા કે પુરુષો ટૂંકા વસ્ત્રો પહેરીને નહિ આવી શકે. ત્યારે ગુજરાતની એક યુનિવર્સિટીએ આવુ ફરમાન જાહેર કર્યુ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ મૂકાયો છે. વિદ્યાર્થીનીઓને મર્યાદામાં રહીને ટૂંકા વસ્ત્રો પહેરવા સૂચના અપાઈ છે. આ માટે પરિપત્ર પણ જાહેર કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગર્લ્સ હોસ્ટેલના અલગ અલગ નિયમો અને લઈને પરિપત્ર જાહેર કરાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલમાં મર્યાદામાં કપડાં પહેરવા માટેની સૂચના અપાઈ છે. હવેથી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની અંદર વિદ્યાર્થીનીઓને ટૂંકા વસ્ત્રો નહીં પહેરી શકાય. યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલના નિયમના પરિપત્રને લઈને સૌરાષ્ટ્રના શિક્ષણ જગતમાં ચર્ચાઓ ઉઠી ઠેય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કેમ્પસમાં આવેલી અલગ અલગ પાંચ હોસ્ટેલ માટે નિયમોનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હોસ્ટેલની ફી સત્ર દીઠ 1000 રૂપિયા અને વીજળી ખર્ચ સત્ર દીઠ 500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તે સિવાય હોસ્ટેલમાં પૂર્ણ સમયના નિયમિત અભ્યાસક્રમમાં જોડાયેલી વિદ્યાર્થિનીઓને જ પ્રવેશ આપવામાં આવશે.


લોહીથી ભીંજાયો સુરેન્દ્રનગર હાઈવે : કડી જતા પરિવારની કારને ટ્રકે કચડી, 4 ના મોત


બે પ્રેમીઓની એક જ ગર્લફ્રેન્ડ : યુવતીના પામવા માટે બે યુવકો વચ્ચે ખેલાયો લોહિયાળ જંગ