અમદાવાદ : વેક્સિન અંગે હવે સરકારે એક પછી એક કડક નિર્ણયો શરૂ કર્યા છે. વેક્સિન નહી લેનારા લોકો પર ગાળીયો કસવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક નિર્ણયો લેવાની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે કોર્પોરેશનની કોઇ પણ સુવિધાના ઉપયોગ માટે ફરજીયાત રસીકરણ કરાવવું પડશે. સામાન્ય બસ સર્વિસનો લાભ લેવા માટે પણ જો રસીકરણ નહી કરાવ્યું હોય તો સેવાનો લાભ લેવા દેવામાં નહી આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાણીયાએ માસીને કહ્યું, મારા માસા તમને પ્રેમ નથી આપતા પરંતુ હું તમને તમામ 'સુખ' આપીશ અને...


આજે PM નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ઐતિહાસિક રસીકરણ કર્યા બાદ કોર્પોરેશન દ્વારા ઐતિહાસિક નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. જેના અંતર્ગત AMTS કે BRTS બસની સુવિધાનો લાભ લેવા માટે પણ વેક્સિનેશન ફરજીયાત કરાયું છે. કોર્પોરેશન દ્વારા સંચાલિક કાંકરિયા લેક, રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, સ્વિમિંગ પુલ, જીમખાના, સીવી સિવિક સેન્ટર સહિત કોર્પોરેશનની કોઇ પણ સુવિધાનો લાભ લેવા માટે ફરજીયાત વેક્સિનેશન કરાવવું પડશે. AMC ની કોઇ પણ બિલ્ડિંગમાં પ્રવેશ માટે રસીકરણ ફરજીયાત કરવામાં આવ્યું છે. 


જુનાગઢના દર્દીનું હૃદય મોરબીના દર્દીમાં ધબક્યુ : અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇતિહાસની પહેલી ઘટના


રસીકરણ થયાનું સર્ટિફિકેટ ડિજિટલી રજુ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. કોર્પોરેશન દ્વારા વેક્સિનેશનના ચેકિંગ માટે અલગ અલગ સ્કવોર્ડની રચના પણ કરવામાં આવી છે. આ ઉપરાંત સિક્યુરિટી સ્ટાફને પણ વેક્સિનેશન અંગેની ચકાસણી કર્યા બાદ જ લોકોને પ્રવેશ આપવા માટે સુચના આપવામાં આવી છે. એટલે હવે જો તમારે શહેરમાં ફરવું પણ હશે તો વેક્સિનેશન ફરજીયાત પણે કરાવ્યું હોય તે ખુબ જ જરૂરી બની ગયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube