ભાણીયાએ માસીને કહ્યું, મારા માસા તમને પ્રેમ નથી આપતા પરંતુ હું તમને તમામ 'સુખ' આપીશ અને...

રિવર્સ આવી રહેલી એક ગાડીની સામાન્ય ટક્કરથી યુવાન પટકાયો અને તેનું મોત નિપજ્યું, પોલીસ તપાસ કરતા જે ચોંકાવનારૂ સત્ય સામે આવ્યું તે જાણીને કોઇનો પણ સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જશે

Updated By: Sep 17, 2021, 04:50 PM IST
ભાણીયાએ માસીને કહ્યું, મારા માસા તમને પ્રેમ નથી આપતા પરંતુ હું તમને તમામ 'સુખ' આપીશ અને...

રાજકોટ : શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટલની પાછળ બુધવારે મોડી રાત્રે ગાડીની સામાન્ય અડફેટે આવીને એક યુવાન અચાનક પડી ગયો હતો અને સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. જો કે આટલી સામાન્ય ટક્કરથી માણસ મરી શકે નહી જેથી પોલીસે તપાસ કરતા તેના ગળાના ભાગે પણ ઇજા હોવાનું અને તેને કોઇએ ઘા માર્યા બાદ તે ભાગ્યો તે દરમિયાન રિવર્સ આવી રહેલી ગાડી સાથે તેની સામાન્ય ટક્કર થયા બાદ તે પડી ગયો હોવાનું સામે આવ્યું છે. આ અંગે તપાસ કરતા નિર્મોહી ચૌહાણ નામના આ વ્યક્તિને તેના જ માસાએ છરીના ઘા માર્યા હોવાનું સામે આવ્યું હતું. 

રક્તરંજિત થયો પોરબંદર-સોમનાથ હાઈવે, કાર ડિવાઈડર સાથે ભટકાતા 3 યુવકોના મોત

પોલીસ દ્વારા તેના માસાને ઝડપી લઇને પુછપરછ કરવામાં આવતા ચોંકાવનારૂ કારણ સામે આવ્યું હતું. પુછપરછમાં તેના માસા કુંદને જણાવ્યું કે, નિર્મોહીને પોતાની જ માસી સાથે આંખો મળી ગઇ હતી. બંન્ને વચ્ચે અનૈતિક સંબંધો ચાલુ થઇ ગયા હતા. એક દિવસ તેણે નિર્મોહી અને પોતાની પત્નીને સાથે રંગરેલિયા મનાવતા જોઇ લીધા હતા. જેના કારણે બંન્ને વચ્ચે માથાકુટ થઇ હતી. જો કે નિર્મોહીએ પોતે માસી સાથે જ જીવશે અને મરશે. કાં તો બંન્નેના સંબંધો ચાલુ રાાખવા દેવા નહી તો છુટાછેડા આપી દેવા માટે જણાવ્યું હતું. જેના કારણે ગુસ્સે ભરાયેલા માસા કુંદને નિર્મોહીનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. 

PM મોદીના જન્મદિને ગુજરાતે રેકોર્ડ બનાવ્યો, બપોર સુધીમાં 10 લાખ લોકોએ વેક્સીન લીધી

નિર્મોહી મુળ યુપીના બલરામપુરના મહાદેવ અત્તરપરીનો વતની હતો. તે મવડી અજંતા ઇન્ડસ્ટ્રીઝ ખાતેના એક કારખાનામાં કામ કરતો હતો, ત્યાં જ રહેતો હતો. આ સમગ્ર કાંડ બહાર આવ્યા બાદ તેના માસાએ નિર્મોહીને મળવા બોલાવ્યો હતો. ત્યાં માસીને છોડી દેવા માટે આખરી વખત સમજાવ્યો હતો. જો કે તેણે કહ્યું કે, હું જીવીશ ત્યાં સુધી માસી સાથે રહીશ અને તમે તેને યોગ્ય પ્રેમ નથી આપતા તેથી મારે સાથે રહેવું જ પડશે. જેથી ઉશ્કેરાયેલા માસા કુંદને અને તેની સાથે રહેલા બે લોકોએ તેને છરી મારી દીધી હતી. ત્યાર બાદ નિર્મોહી ત્યાંથી ભાગ્યો હતો. જો કે તે સોસાયટીમાં ઘુસી જતા આ લોકોએ પીછો છોડી દીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube