• કોવિડ હોસ્પિટલમાં દર્દીને ઓક્સિજન સાથે લઈ જતી વેળાએ આ ઘટના બની હતી.

  • રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ આંક 4400 ને પાર જોવા મળ્યો 


રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં એક તરફ કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે, જેથી લોકો કોવિડ હોસ્પિટલો તરફ દોડ લગાવી રહ્યાં છે. આવામાં રાજકોટ કોવિડ હોસ્પિટલ (covid hospital) બેદરકારીનું ઘર બની છે. રોજેરોજ કોવિડ હોસ્પિટલમાં નવી નવી સમસ્યાઓ સામે આવી રહી છે. ત્યારે આજે રાજકોટ (Rajkot) માં કોવિડ હોસ્પિટલમાં દર્દીને લઈને જતા નવેનવું સ્ટ્રેચર તૂટ્યું હતું. જેન પગલે કોવિડ હોસ્પિટલના સ્ટાફમાં દોડા દોડી થઈ હતી. કોવિડ હોસ્પિટલમાં દર્દીને ઓક્સિજન સાથે લઈ જતી વેળાએ આ ઘટના બની હતી. જેથી તાબડતોબ દર્દી માટે બીજું સ્ટ્રેચર લાવવામાં આવ્યું હતું. જોકે, સવાલ એ છે કે આખરે નવુ નકોર સ્ટ્રેચર તૂટ્યું કેવી રીતે હતું. 


આ પણ વાંચો : ગુજરાતમાં શાળાઓ ક્યારે ખૂલશે? વાલીઓને સતાવતા પ્રશ્નનો આખરે સરકારે આપ્યો જવાબ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજકોટમાં લોકડાઉન થવું જોઈએ કે નહિ તે અંગે ઝી 24 કલાકે રાજકોટવાસીઓનો મત જાણ્યો હતો. ત્યારે રાજકોટના લોકોનું માનવું છે કે, સંક્રમણ અટકાવવા લોકડાઉન જરૂરી છે. વેપારીઓના ધંધા રોજગારને લોકડાઉનની અસર ન પહોંચે માટે એ અંગે વિચાર કરીને લોકાડાઉન કરવું જોઈએ. રાજકોટના સોનીબજાર બાદ આજથી દાણાપીઠમાં પણ આંશિક લોકડાઉન જોવા મળ્યું છે. બપોરના 3 વાગ્યા બાદ વેપારીઓ આંશિક લોકડાઉન પાળશે તેવી જાહેરાત કરી છે. આજથી એક સપ્તાહ સુધી આ આંશિક લોકડાઉન રહેશે. ગત શનિવાર થી 19 તરીખ સુધી સોનીબજારના વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન પાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ આંક 4400 ને પાર જોવા મળ્યો છે. 


આ પણ વાંચો :  જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે સુરતના આ તબીબ, પોતાના હાઈલેવલ માસ્કથી બચાવ્યો હતો અન્ય દર્દીનો જીવ 


તો બીજી તરફ, રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે મહાનગરપાલિકાએ વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. મહાનગરપાલિકા દ્વારા કોવિડ કો-ઓર્ડિનેટરની નિમણૂંક કરાઈ છે. શહેરના તમામ વૉર્ડમાં કો-ઓર્ડિનેટરની નિમણૂંક કરાઈ છે. સ્થાનિકોને કોવિડ કો-ઓર્ડિનેટર તરીખે નિમાયા છે. આ કો-ઓર્ડિનેટર પોતાના વિસ્તારના લોકોનું ટેમ્પરેચર તેમજ ઓક્સિજન ચેક કરશે. શંકાસ્પદ લાગતા લોકોની માહિતી મહાનગરપાલિકાને આપશે. 


આ પણ વાંચો :  પીએમ મોદીની મુલાકાત પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના 50 કર્મચારીઓ કોરોના પોઝિટિવ નીકળ્યા