હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 12નું પરિણામ જાહેર થયા બાદ ઉર્તીણ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. અને તેમણે જણાવ્યું હતું કે 12 સાયન્સનું પરિણામ આવી ગયા બાદ સાયન્સ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે કોઈપણ વિદ્યાર્થીઓનું પ્રવેશ વંચિત નહીં રહે. 12 સાયન્સના પરિણામ બાદ જે પ્રમાણે સમયસર એડમિશન થયું છે તે જ પ્રમાણે સામાન્ય પ્રવાહમાં સમયસર એડમિશન થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાને જણાવ્યું હતું કે ગુજરાતના વિદ્યાર્થીઓમાં અત્યારે સામાન્ય પ્રવાહ તરફ વળવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે એટલા માટે સતત વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દર દસ પંદર વર્ષે આ પ્રકારે ટ્રેન્ડમાં ફેરફાર થતા હોય છે. તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણી આ વખતે સારું પરિણામ જોવા મળ્યું છે. ગત વખત કરતા 3 ટકા વધુ પરિણામ આવ્યું છે. સારા પરિણામમાં શાળાઓમાં વધારો થયો છે નબળા પરિણામ શાળાઓ ઘટી છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળા ગત વખતે 222 હતી આ વખતે 269 શાળાઓ છે. 
 
ગત શનિવારે મેં જણાવ્યું હતું કે સોમવારે 15 જૂનથી દેશનો પ્રથમ પ્રયોગ હોમ લર્નિંગનો શુભારંભ મુખ્યમંત્રીના હસ્તે થયો છે. રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી સ્કૂલો અને કોલેજે બંધ રહેશે એવી રાજ્ય સરકારે જાહેરાત કરી છે. બાળકોનું ભણતર બગડે નહીં એ માટે તેમને ઘરે બેઠા જ ઑનલાઇન વર્ગો તથા ટીવી ચેનલના માધ્યમથી શિક્ષણ આપવાની સરકારે વ્યવસ્થા કરી છે. 


શનિવારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્કૂલોને સપ્ટેમ્બર સુધી ફી માટે દબાણ નહીં કરવાની સ્કૂલોને ચીમકી આપતા જણાવ્યું હતું કે જે પણ સ્કૂલ ફી કે અન્ય ખર્ચ માટે દબાણ કરશે તો તેમની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે.  ચુડાસમાએ સ્વનિર્ભર સ્કૂલો સાથે કરાયેલી સમજૂતીને યાદ કરાવવા સાથે એવી ચીમકી આપી હતી કે, સપ્ટેમ્બર મહિના પહેલા વાલીઓ પાસે ફીની કડકાઇ કરી તો પગલા ભરાશે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube