• અમદાવાદવાસીઓએ થર્ટી ફર્સ્ટની ઉજવણીની જગ્યાએ ફરવા જવાનો પ્લાન બનાવી દીધો છે

  • દમણમાં 200 વ્યક્તિની મર્યાદા સાથે પાર્ટી થઈ શકશે


ઝી મીડિયા/બ્યૂરો :કોરોના કાળમાં લોકો માટે 31 ડિસેમ્બર ન્યૂ યર (new year) ની પાર્ટી કઈ રીતે મનાવવી તે માટે અનેક સવાલો છે. કેમ કે, 31ની પાર્ટી પર સરકારે રોક લગાવી છે. ત્યારે કેવી 31ની પાર્ટીમાં સરકારે શેમાં રોક લગાવી છે અને લોકો કેવી રીતે ઉજવણી કરશે અંગે ઝી 24 કલાક પર દર્શકો માટે ખાસ સમાચાર લાવ્યું છે. કોરોનાને કારણે આ વર્ષે 31 ડિસેમ્બરે રાત્રે શહેરની કોઈપણ હોટેલ, ક્લબ, ફાર્મહાઉસમાં પાર્ટી કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. સરકારે હોટેલ અને ક્લબ હાઉસ પર રોક લગાવતા અમદાવાદવાસીઓએ થર્ટી ફર્સ્ટની ઉજવણીની જગ્યાએ ફરવા જવાનો પ્લાન બનાવી દીધો છે. પરંતુ તેનો ફાયદો એ થયો છે કે, ગુજરાતના મોટાભાગના ટુરિસ્ટ સ્પોટ હાઉસફુલ થઈ ગયા છે. અહી ન્યૂ યર માટે બુકિંગ ફુલ થઈ ગયું છે. 


આ પણ વાંચો : પાલનપુરના તબીબને ગર્ભવતી મહિલાના ઓપરેશનના ફોટો વાયરલ કરવું ભારે પડ્યું


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂ યરમાં પાર્ટી ઉજવણી બંધ હોવાથી રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધોરડો રણોત્સવમાં હોટેલો લગભગ ફુલ થઈ ગઈ છે. ગીર, દીવ, દમણમાં પણ લોકોએ એડવાન્સ બુકિંગ કરાવી દીધા છે. બીજી તરફ રાજ્ય બહાર માઉન્ટ આબુ, ઉદયપુર, જેસલમેર, જોધપુર જેવી જગ્યાઓ માટે અમદાવાદીઓએ બુકિંગ કરાવ્યાં છે. જ્યારે કે ગોવામાં પાર્ટી પર પ્રતિબંધ હોવા છતાં ફ્લાઈટનું રિટર્ન ભાડું 10 હજારથી વધીને 15 હજારે પહોંચી ગયું છે. 


અમદાવાદની વાત કરીએ તો શહેરમાં નાઈટ કર્ફ્યૂ હોવાથી SG-CG રોડ 31મીની રાત્રે સૂમસામ રહેશે. દર વર્ષે એસજી હાઈવે અને સીજી રોડ પર મોટી સંખ્યામાં નવા વર્ષની ઉજવણી માટે લોકો ઉમટી પડે છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે નાગરિકો પર પ્રતિબંધ મૂકાયો છે. 


આ પણ વાંચો : જિપ્સીમાં સવાર થઈને વહેલી સવારે સિંહ દર્શન કરવા નીકળ્યો આમિર ખાન, 3 કલાક જંગલમાં વિતાવશે 


આ વર્ષે લોકો ઘરમાં 31ની ઉજવણી કરી શકશે. જ્યારે નવા વર્ષની ઉજવણીમાં હોટેલો મોડી સુધી ખુલ્લી રાખવાની માંગણી યથાવત છે. પરંતુ તંત્રએ હાલ કોઈ સૂચના આપી ન હોઈ 9 પછી ચાલુ રાખી શકાશે નહિ. નવા વર્ષની ઉજવણી માટે પોલીસે શહેરની એકપણ ક્લબને મંજૂરી આપી નથી. શહેરની હદ બહાર આવેલા ફાર્મહાઉસમાં નવાવર્ષની ઉજવણી કરવાની ગ્રામ્ય પોલીસે કોઈપણ ફાર્મહાઉસને મંજૂરી આપી નથી. પરંતુ પાર્ટી કરવા માટે દમણ ઓપન છે. દમણમાં 200 વ્યક્તિની મર્યાદા સાથે પાર્ટી થઈ શકશે. આમ આ વર્ષે દરેક લોકોએ 31ની પાર્ટી કઈ રીતે કરી તે અંગે મુંઝવણ અનુભવી રહ્યા છે.