Heavy Rain In Ahmedabad: આગામી 2 કલાક માટે ગુજરાતભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના મહત્તમ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. બીજી બાજુ અમદાવાદમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Photos: ઇજિપ્તની એ મસ્જિદ જ્યાં પહોંચ્યા PM મોદી, જાણો શું છે ગુજરાત સાથેની કડી


શહેરના સેટેલાઈટ, પ્રહલાદનગર, બોપલ, નારણપુરા સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારોમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. વરસાદના કારણે રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે. વરસાદના કારણે વિઝિબિલિટી ઘટતાં વાહન ચાલકો હેડ લાઇટ ચાલુ કરીને વાહન ચલાવવા મજબૂર બન્યા છે.


બોલિવુડ સિંગર હિમેશ રેશમિયા સાળંગપુરમાં દાદાના શરણે, પરિવાર સાથે દર્શન કર્યાં, PHOTO


આજે (સોમવાર) બપોરે 1.30 વાગ્યાથી શરૂ થતા 3 કલાક માટે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મહત્તમ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. બીજી બાજુ અમદાવાદમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે.શહેરના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ શરૂ થયો છે. જુદા જુદા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. વાડજ, ઉસ્માનપુરા, પાલડી, વાસણા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. જમાલપુર ફ્લાયઓવરથીથી ગીતા મંદિર જવાના માર્ગે ભારે પાણી ભરાયા છે.


છાતી ચીરી નાખશે આ શબ્દો, મોત નજીક હતું છતાં માતા તેના બાળકોને બચાવવા બૂમો પાડતી હતી


નોંધનીય છે કે, ચોમાસાનું ગુજરાતમાં સત્તાવાર રીતે આગમન થઈ ચૂક્યું છે. ત્યારે ગઈકાલે સમગ્ર સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે સુરત, ભરૂચ, ગીર-સોમનાથ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ ત્રણેય જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બીજી બાજુ, એસજી હાઈ-વે પર સોલા, ગોતા, સાયન્સ સિટી સહિતના વિસ્તારમાં વરસાદ પડતા ઠેર-ઠેર ટ્રાફિકજામ થયો છે. રાજ્યમાં આજે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 3 ઈંચ નોંધાયો છે.


કડાકા પર બ્રેક, અઠવાડિયાના પહેલા જ દિવસે સોનું ઉછળ્યું, જાણો 10 ગ્રામ ગોલ્ડનો રેટ


અમદાવાદમાં હળવાથી ભારે વરસાદ પડતા AMC ના ઉચ્ચ અધિકારીઓ મુખ્ય કન્ટ્રોલ રૂમ પહોંચ્યા છે. ગ્રાઉન્ડ લેવલે કર્મચારીઓ પાણીના નિકાલની કામગીરીમાં જોડાયા છે. વાસણા બેરેજના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. બે દરવાજા 2 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. હાલ બેરેજ ખાતે નદીની સપાટી 136 ફૂટ છે, ત્યારે હાલ નદીની સપાટીમાં ઘટાડો કરવાની શરૂઆત તંત્ર એ કરી દીધી છે. 


જીમ ટ્રેનરે જીમમાં બે સંતાનોની માતાને પ્રેમજાળમાં ફસાવી, પત્નીની સાથે ઘરમાં રાખી