જીમ ટ્રેનરે જીમમાં બે સંતાનોની ડાયવોર્સી માતાને પ્રેમજાળમાં ફસાવી, પત્નીની સાથે ઘરમાં રાખી

Gym Trainer Rape Case : પત્ની હોવા છતાં જીમ ટ્રેનરે પ્રેમિકાને ઘરમાં રાખી... દુષ્કર્મ અને સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરતા પોલીસ ફરિયાદ.. સલાબતપુરા ખાતે જીમ ટ્રેનરે જીમમાં બે સંતાનોની ડાયવોર્સી માતાને પ્રેમજાળમાં ફસાવી... જીમ ટ્રેનરની પત્નીએ મહિલાને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો.. જીમ ટ્રેનર અને તેની પત્ની સામે ગુનો દાખલ
 

જીમ ટ્રેનરે જીમમાં બે સંતાનોની ડાયવોર્સી માતાને પ્રેમજાળમાં ફસાવી, પત્નીની સાથે ઘરમાં રાખી

Surat News ચેતન પટેલ/સુરત : સુરત શહેરના બેગમપુરા વિસ્તારમાં બે સંતાનની માતાને જીમ ટ્રેનરે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી પતિ સાથે છુટાછેડા લેવડાવ્યા બાદ લીવ ઇનમાં રહેતા હતા. પરંતુ ગણતરીના દિવસોમાં જ નાની-નાની વાતોમાં ઝઘડા કરી મારી નાંખવાની ધમકી આપતા મહિલાએ સલાબતપુરા પોલીસમાં દુષ્કર્મ અને માર માર્યાની ફરીયાદ જીમ ટ્રેનર અને તેની પત્ની વિરૂધ્ધ નોંધાવી હતી .જે ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મન આરોપી જિમ ટ્રેનર ની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના બેગમપુરા વિસ્તારમાં રહેતી બે સંતાનની માતાનો રહેણાંક વિસ્તારના એકસ્ટ્રીમ ફીટનેસ જીમમાં તેનો પરિચય કૌશરઅલી શબ્બીરઅલી કુબ્બાવાલા સાથે થયો હતો. જીમ ટ્રેનર કૌશર પરિણીતાને પર્સનલ ટ્રેનીંગ આપતો હતો તે દરમિયાન બંને વચ્ચે ગાઢ પ્રેમસંબંધ બંધાયો હતો. દરમિયાનમાં કૌશરની ઓફિસ અને ઘરે બંને વચ્ચે અનેક વખત એકાંત માણ્યું હતું. 

પરિણીતા કૌશર સાથે જીવન વીતવવા ઇચ્છતી હોવાથી જાન્યુઆરી 2022 માં પતિને છુટાછેડા આપી પરિણીતા કૌશરના ઘરે લીવ ઇનમાં રહેતી હતી. બંનેએ રમઝાન પછી લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. પરંતુ થોડા દિવસો બાદ પરિણીતા અને કૌશર વચ્ચે નાની નાની વાતોમાં ઝઘડા થતા હતા અને કૌશરે પરિણીતાને શારિરીક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. જેથી પરિણીતાએ સ્વેચ્છાએ માતા-પિતાના ઘરે રહેવા ચાલી ગઇ હતી. પરંતુ કૌશર અને તેની પત્ની લમીયા ત્યાં જઇ પરિણીતાને મારી નાંખવાની ધમકી આપતા હતા. 

જેથી પરિણીતાને અઠવાડિયા અગાઉ કૌશર સામે ધાક-ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પરંતુ ત્યાર બાદ પણ કૌશરે ધમકી આપવાનું ચાલુ રાખતા છેવટે પરિણીતાને કૌશર અને તેની પત્ની લમીયા વિરૂધ્ધ દુષ્કર્મ, સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય અને માર માર્યાની ફરીયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે પોલીસે આરોપી કૌશર ની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news