ઝી બ્યુરો/પાટણ: બિપોરજોય વાવાઝોડાની આફત હાલમાં ગુજરાત પર મંડરાઈ રહી છે. તા.16 જૂન સુધી ગુજરાત માટે ભારે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ત્યારે  ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેથી પાટણ જિલ્લા વહીવટીતંત્રએ બિપોરજોય વાવાઝોડાને પડકાર આપવા માટે તમામ તૈયારીઓ કરી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Biparjoy: હવે બિપરજોય ખતરનાક બન્યું! દ્વારકા-કચ્છમાં થશે પાયમાલી! IMDની નવી ચેતવણી


પાટણ જિલ્લાના સરહદી વિસ્તારો સાંતલપુર, રાધનપુર અને સમીમાં વાવાઝોડાની વધુ અસર થવાની શક્યતાઓ છે. સાંતલપુરના સરહદી વિસ્તારોમાં લોકો મીઠાના રણમાં મીઠુ પકવવા માટે આવતા હોય છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે તેઓના રક્ષણ માટે કુલ 13,200 શ્રમિકોને સ્થાળાંતરીત કરી દેવામાં આવ્યા છે. 


વાવાઝોડા દરમિયાન મોબાઈલમાં નેટવર્ક ન આવે તો શું કરશો? વાંચી લો મહત્વપૂર્ણ સમાચાર


તેમજ બનાસ નદી નજીકના કુલ 11 જેટલા સંવેદનશીલ વિસ્તારો તેમજ સરસ્વતીના કુલ 9 જેટલા વિસ્તારોમાં પુરતો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. રણ વિસ્તારમાં સાંતલપુરના 17 ગામડાં, સમીના 10 અને શંખેશ્વરના 4 એમ કુલ 31 જેટલાં ગામોમાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિને કોઈ તકલીફ પડે તો જિલ્લાનો હેલ્પલાઈન નં. 02766 224830 જાહેર કર્યો છે.


દરિયા કિનારે હેમ રેડિયોની 7 ટીમ તૈનાત, કેવી રીતે કામ કરે છે આ હેમ રેડિયોની ટીમ?


તમને જણાવી દઈએ કે, 25 કલાક બાદ ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું. જી હા, વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આવતીકાલે સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ગુજરાતના દરિયાકિનારે ટકરાશે. કચ્છના જખૌ પોર્ટ નજીક આવતીકાલે સાંજે વાવાઝોડું ટકરાવાનું છે અને આ વાવાઝોડું ટકરાયા બાદ કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થવાની આગાહી કરવામાં આવી છે. 


જામનગરના દરિયાકાંઠાનુ એક એવું ગામ, જ્યાં વાવાઝોડાથી બચવા ગામજનો ચોકમા બાંધે છે દોરડા


હાલ બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ છે પરંતુ આગળ વધતા તેની ગતિમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ વાવાઝોડું ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી આગળ વધી રહ્યું છે. જ્યારે આ ચક્રવાત ટકરાશે ત્યારે 125 થી 135 કિમીની ઝડપે પવન ફુંકાશે અને સાથે જ  કચ્છ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. કચ્છ, જામનગર, દ્વારકા, મોરબીમાં ભારે વરસાદ પડી શકે તો પોરબંદર અને રાજકોટમાં વરસાદ પડવાની સંભાવના છે.


150 કિમીની ઝડપે આગળ વધશે બિપરજોય વાવાઝોડું તો.... જાણો પવનની આ ગતિ કેટલું કરે નુકસાન


ગુજરાતમાં ક્યા ક્યા વરસાદ પડશે
આગામી 13થી 16 જૂન દરમિયાન વરસાદની સંભાવના સૌથી વધારે છે. 13થી 16 જૂન દરમિયાન વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર સુધી વાવાઝાડાની અસર થશે. મધ્ય ગુજરાતના આ ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. એટલું જ નહીં, આ તારીખોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે ગાજવીજ અને ધૂળની ડમરી સાથે વરસાદ ખાબકશે. બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે વાવાઝોડું મજબૂત બન્યું છે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ રાજ્યમાં ભારે પવન ફૂંકવા લાગશે.