તેજશ મોદી, સુરત: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આજે પાકિસ્તાન સ્થિત ફલાઈ ઈન્સાનિયત ફાઉન્ડેશનના સુરત અને વલસાડ સહિત દેશભરના આઠ સ્થળો પર તપાસ ચલાવી છે. આ તપાસ દરમિયાન મહત્વના દસ્તાવેજો મળી આવ્યાં છે. દેશના 5 રાજ્યોના કુલ 8 સ્થળો પર તપાસ કરાઈ જેમાં કેરળના કસરગોડ, યુપીના ગોંડા, રાજસ્થાનના સિકર અને જયપુર, દિલ્હી સામેલ છે. અત્રે જણાવવાનું કે બે દિવસ પહેલા જ આરોપી મોહમ્મદ હુસૈન મોલાનીની જયપુર એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હતી. તે દુબઈથી આવી રહ્યો હતો. આ સંસ્થાનું નામ લશ્કર એ તૈયબા સાથે સંકાળાયેલું હોવાનું કહેવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવર્ણ અનામત: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ઘર-જમીનની મર્યાદા હટી, માત્ર 8 લાખ આવકની શરત લાગુ


મળતી માહિતી મુજબ આ તપાસ દરમિયાન મહત્વના  દસ્તાવેજોની સાથે સાથે  3 વિદેશી સીમકાર્ડ સહિત 26 સીમકાર્ડ જપ્ત કરાયા. આ ઉપરાંત 23 મોબાઈલ, 5 મેમરીકાર્ડ, 1 કોમ્પેક ડિસ્ક, 5 હાર્ડડિસ્ક 1 પેનડ્રાઇવ, 1 DVR, 1 CPU, 8 પાસપોર્ટ અને ફોરેનકાર્ડ,  9 ડેબિટકાર્ડ, 1 લેપટોપ અને 21 લાખ રોકડા જપ્ત કરાયા. 2 કિલો સોનાના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે. દુબઈ કનેક્શન સહિતના દસ્તાવેજી પણ મળી આવ્યા. અત્યાર સુધીમાં ચાર લોકોની કરાઈ છે ધરપકડ કરાઈ છે. 


Big Breaking: પાટીદાર આંદોલનના નેતા ગોપાલ ઈટાલીયાની ધરપકડ


અત્રે જણાવવાનું કે FIF ટેરર ફંડિંગ કેસ એનઆઈએ દ્વારા 2જી જુલાઈ 2018ના રોજ દાખલ કરાયો હતો. એફઆઈઆર મુજબ કેટલાક દિલ્હી સ્થિત શખ્સો આ વિદેશ સ્થિત આ સંસ્થા દ્વારા ફંડ મેળવતા હતાં અને તેનો ઉપયોગ આતંકી ગતિવિધિઓ માટે થતો હતો. બે દિવસ પહેલા પકડાયેલા આરોપી મૌલાનીની પૂછપરછ થઈ રહી હતી અને ત્યારબાદ આ સર્ચ હાથ ધરાઈ. 


ગુજરાતના વધુ સમચારો વાંચવા માટે કરો ક્લિક...