ગુજરાતમાં રાત્રિ કરફ્યૂ અંગે મોટા સમાચાર
- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, 10 વાગ્યા પછી કરફ્યૂ આગામી 15 દિવસ સુધી ચાલુ રહેશે. કો્ઈ છૂટછાટ અપાઈ નથી. કેસ કન્ટ્રોલમાં આવી રહ્યાં છે. થોડી ઘીરજ અને લોકો સહકાર આપે. બાદમાં સ્થિતિ મુજબ યોગ્ય નિર્ણય લઈશું.
મુસ્તાક દલ/જામનગર :ગુજરાતના ચાર મહાનગરમાં ચાલી રહેલા રાત્રિ કરફ્યૂ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી કે, રાત્રિ કર્ફ્યૂ (night curfew) યથાવત રહેશે. 31 જાન્યુઆરી સુધી કરફ્યૂ યથાવત રહેશે. ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ છે. રાત્રિ કર્ફ્યૂને હટાવવા મામલે આજે નિર્ણય લેવાયો કે, ચાર મહાનગરોમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ યથાવત રહેશે.
આ પણ વાંચો : પ્રતિબંધ છતાં અગાશીમાં 3 લોકો લાઉડ સ્પીકર વગાડતા દેખાયા, અમદાવાદ પોલીસે નોંધ્યો ગુનો
દિવાળી બાદ રાજ્યમાં કોરોના કેસમાં ધરખમ વધારો થયો હતો. જેને પગલે રાત્રિ કરફ્યૂ લગાવાવમાં આવ્યો હતો. સૌથી પહેલા રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ મૂકાયો હતો. જેના બાદ સમય રાત્રે 10 થી સવારે 6 સુધી કરાયો હતો. આ રાત્રિ કરફ્યૂના અમલ બાદ ગુજરાતમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. તેથી હજી પણ રાત્રિ કરફ્યૂમાંથી ચાર મહાનગરોને છૂટ આપવામાં આવનાર નથી. આ વિશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, 10 વાગ્યા પછી કરફ્યૂ આગામી 15 દિવસ સુધી ચાલુ રહેશે. કો્ઈ છૂટછાટ અપાઈ નથી. કેસ કન્ટ્રોલમાં આવી રહ્યાં છે. થોડી ઘીરજ અને લોકો સહકાર આપે. બાદમાં સ્થિતિ મુજબ યોગ્ય નિર્ણય લઈશું.
નાગરિકોએ આ નિર્ણયને આવકાર્યો
વડોદરાના નાગરિકોએ સરકારના આ નિર્ણય અંગે કહ્યું કે, નિર્ણય આવકારદાયક છે. કોરોના મહામારી જલ્દી સમાપ્ત થાય, આગળ વ્યાપે નહિ તે જરૂરી છે. તો કેટલાક કહ્યું કે, સરકારે 11 વાગ્યા સુધી કરફ્યૂ લઈ જવો જોઈએ. કોરોના કેસ ઘટી રહ્યા છે તેથી 10 થી 6 ને બદલે 11 થી 6નો સમય કરે તો સારું. સરકારનો નિર્ણય સ્વીકાર્ય છે.