• બેઠકમાં નિખિલ સવાણી અને યુથ કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપુત વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી

  • સમગ્ર મામલામાં સિનિયર નેતાઓ બન્યા મૂક પ્રેક્ષક બનીને સમગ્ર મામલો જોઈ રહ્યા હતા


ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત યુથ કોંગ્રેસ પ્રભારી હેમંત ઓગલેએ કોંગ્રસના ઉપપ્રમુખ પદ પરથી નિખિલ સવાણીને ડિસમિસ કરાયો છે. ગૂજરાત યુથ કોંગ્રેસ (youth congress) ના ઉપપ્રમુખ પદેથી નિખિલ સવાણી (nikhil savani) ને ડિસમિસ થતા ભારે ચર્ચા શરૂ થઈ છે. બે દિવસ પહેલા યુથ કોંગ્રેસની બેઠકમાં હોબાળો થતા પ્રદેશના નેતાઓ દ્વારા આ નિર્ણય લેવાયો છે. જોકે, આ સાથે જ નિખિલ સવાણી કોંગ્રેસ સાથે છેડો ફાડશે. આજે નિખિલ સવાણી કોંગ્રેસમાંથી રાજીનામુ આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરની યૂથ કોંગ્રેસની બેઠકમાં થયેલા હોબાળા બાદ એક તરફ પક્ષ દ્વારા નિખિલ સવાણીને યૂથ કોંગ્રસના ઉપપ્રમુખ પદ પરથી નિખિલ સવાણીને ડિસમિસ કરાયો છે. તો બીજી તરફ, તેમના પક્ષમાંથી રાજીનામાના સમાચાર આવ્યા છે. એક સમયે પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા નિખિલ સવાણી કોંગ્રેસ સાથે છેડો ફાડશે. અગાઉ તેઓ ભાજપમાં જોડાયા હતા. પરંતુ વિખવાદ બાદ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા. 



ત્યારે ગુજરાત યુથ કોગ્રેસની બેઠકમાં થયેલા હોબાળાનો મુદ્દો દિલ્હી સુધી પહોંચ્યો હતો. હોબાળો મચાવવા મુદ્દે કુલ 6 લોકોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. પ્રવિણ વણેલ, ઉપેન્દ્રસિહ જાડેજા. અર્નિશ મિશ્રા, કરણસિંહ તોમર, નિખિલ સવાણી અને વિશ્વનાથ વાઘેલોને નોટિસ પાઠવવામાં આવી છે. ઈન્ડીયન યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ દ્વારા આ નોટિસ મોકલવામાં આવી હતી. ઈન્ડિયન યુથ કોંગ્રેસે ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખને આ મામલે દિલ્હી બોલાવ્યા હતા. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે દિલ્હી જઇ ખુલાસા આપ્યા હતા. ત્યાર કારણ દર્શક નોટિસના જવાબના આધારે આઇવાયસી પગલાં લેશે.