અમદાવાદ: ગુજરાતની આ છોકરીએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવીને ગુજરાતીઓ અને ગુજરાતને તથા દેશને  ગર્વ અપાવ્યું છે. હાલ મોડાસા આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી રહ્યું છે. માત્ર 16 વર્ષની નિલાંશીએ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. નિલાંશીએ તેના લાંબા વાળથી આ ગર્વ પ્રાપ્ત કર્યું છે. નિલાંશીના વાળ લગભગ 170.5 સેમી ( 5ફૂટ 7 ઈંચ) લાંબા છે. તેના વાળની લંબાઈનો રેકોર્ડ રેકોર્ડ બુકની 2019ની એડિશનનો ભાગ બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

20 કરોડ વ્યૂઝ સાથે કચ્છની 'કોયલ' ગીતા રબારી ને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યુ


ગિનિસ વર્લ્ડ રેકોર્ડની જે કેટેગરીમાં નિલાંશીને માન્યતા અપાઈ છે, તેની વેબસાઈટ મુજબ 2018માં બે વાર અપડેટ કરાઈ છે. 2018ની શરૂઆતમાં આ રેકોર્ડ આર્જેન્ટિનાની એબ્રિલ લોરેનજટીના નામે હતો. જેના વાળ 152.5 સેમી લાંબા છે. ત્યારબાદ આ રેકોર્ડ 17 વર્ષની કીટો કવાહરાએ  તોડ્યો હતો જેના વાળ 155.5 સેમી લાંબા છે. જો કે નિલાંશીએ આ બંનેને પછાડીને રેકોર્ડ હાલ પોતાના નામે કર્યો છે. તેના વાળ 170.5 સેમી લાંબા છે. 



નિલાંશીને તેના મિત્રો રૂપાન્ઝલ કહીને બોલાવે છે. રૂપાન્ઝલ એક કાર્ટુન કેરેક્ટર છે જેના વાળ ખુબ જ લાંબા અને મજબુત છે.  નિલાંશી કહે છે કે તે જ્યારે 6 વર્ષની હતી ત્યારે એક બ્યુટિશિયને તેના વાળ ખુબ નાના કરી નાખ્યા હતાં. ત્યારબાદ તેણે ક્યારેય વાળ કપાવ્યાં જ નહીં. તેના પરિવારે પણ થોડા સમય બાદ તેનો નિર્ણય સ્વીકારી  લીધો. હું તે તેના વાળને લકી ચાર્મ માને છે. 


નિલાંશી કહે છે કે આ રેકોર્ડ બાદ તે ચર્ચામાં આવી ગઈ અને અનેક ફોટોશૂટ માટે તેને ફોન આવી રહ્યાં છે. પરંતુ હાલ તો તે પોતાના ભવિષ્ય પર જ ફોકસ ધરાવે છે. નિલાંશી જેઈઈની તૈયારી કરી રહી છે અને કોમ્પ્યુટર કે આઈટી એન્જિનિયર બનવા માંગે છે. 



નિલાંશીના આ લાંબા વાળ અને રેકોર્ડ અંગે તેની માતાએ કહ્યું કે સારા વાળ માટે ખુબ દેખભાળ કરવાની હોય છે. નિલાંશીના વાળનો શ્રેય બંને પરિવારોના જીન્સને જાય છે. તેઓ બહુ કોસ્મેટિકનો ઉપયોગ કરતા નથી. નિલાંશી અઠવાડિયામાં એક જ વાર વાળ ધુએ છે અને માતા તેને સારી રીતે તેલ લગાવી આપે છે. 


(તમામ તસવીરો સાભાર- guinnessworldrecords વેબસાઈટ)


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...