ઝી બ્યુરો/રાજકોટ: ધોરાજીના પ્રગતિશીલ ખેડૂત દ્વારા વિદેશી તરબૂચનું વાવેતર કરી વર્ષે મબલખ ઉત્પાદન સાથે કમાણી કરી રહ્યા છે. દેશી તરબૂચ કરતા વિદેશી તરબૂચમાં કિલોએ 20થી 25 રૂપિયાનો ફરક હોય છે અને મીઠાશમાં પણ વધારે સારું હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત બોર્ડનો મહત્વપૂર્ણ નિર્ણય; 'હવે વિદ્યાર્થીઓને નાપાસ થવાનો ડર જ નહીં રહે...'


સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઉનાળાની ગરમીનો પાળો ઊંચે ચડી રહ્યો છે ત્યારે લોકો શરીરની ઠંડક મેળવવા તરબૂચ ખરીદી રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીના પ્રગતિશીલ ખેડૂત દ્વારા પાંચ વીઘા ખેતરમાં દેશી સાથે સાત જેટલા વિવિધ પ્રકારના વિદેશી તાઈવાનના અલગ પ્રકારના તરબૂચનું વાવેતર કરવામાં આવ્યું છે.


દરેક પતિએ ખાસ જાણવા જેવા સમાચાર, પત્નીના 'સ્ત્રીધન' પર પતિનો કોઈ હક નથી


દેશી તરબૂચ બજારમાં 15 થી 20 રૂપિયામાં મળી રહ્યા છે ત્યારે વિદેશી તાઈવાનના તરબૂચ કિલોના 35 થી 40 રૂપિયાના ભાવે બજારમાં મળે છે જે દેશી તરબૂચ કરતા મીઠાશમાં વધારે સારા હોય છે. દેશી તરબૂચના વાવેતર માટે એક વીઘામાં 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે જ્યારે વિદેશી તાઈવાનના તરબૂચ વાવેતરમાં 25 થી 30 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. તેમજ પિયત માટે પાણી પણ ઓછું જોઈએ છે. 


આ 3 રાશિવાળા પર 2025 સુધી શનિદેવના રહેશે આશીર્વાદ, ધન-વૈભવમાં બંપર વધારો થશે


આ તાઈવાનના વિદેશી તરબૂચ સાત પ્રકારના હોય છે જેમાં ખાસ કરીને આરોહી અને વિશાલા તરબૂચ ખાસ અગત્યતા ધરાવે છે. જે લોકલ એરિયામાં ક્યાંય પણ જોવા મળતા નથી. જેમાં આરોહી તરબૂચ ઉપરથી સામાન્ય તરબૂચ જેવું લીલા રંગ જેવું હોય છે, જ્યારે અંદરથી પીળા જેવું નીકળે છે. જ્યારે વિશાલા તરબૂચની વાત કરીએ તો આ તરબૂચ ઉપરથી પીળા રંગનું હોય છે અને અંદરથી લાલ રંગ જેવું નીકળે છે. આ બંને દેશી તરબૂચ કરતા ઉત્પાદનમાં અને મીઠાશમાં એક કિલોના ભાવની જેમ પણ મોખરે છે. આ વિદેશી તરબૂચને પિયતમાં પાણી પણ ઓછું જોઈએ છે.


નોર્મલ આધારને ઘરે બેઠા બનાવો PVC Card, ખાલી 5 જ મિનિટનો છે આખો ખેલ


ધોરાજીના પ્રગતિશીલ ખેડૂત નિમેષભાઈ વઘાસીયાએ પોતાને તરબૂચમાં વળતર સારું મળતું હોવાથી અન્ય ખેડૂતોને પણ આ તરબૂચનું વાવેતર કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.


સોનામાં સતત ઉતાર ચડાવ, આજે વળી પાછો ભાવમાં ભડકો, તમ્મર આવી જાય તેવો થઈ ગયો ભાવ