ગુજરાત બોર્ડનો મહત્વપૂર્ણ નિર્ણય; 'હવે વિદ્યાર્થીઓને નાપાસ થવાનો ડર જ નહીં રહે, વર્ષ નહીં બગડે'

Gujarat Board: ગુજરાત બોર્ડ દ્વારા વિદ્યાર્થીાઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જી હા... ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.  ધોરણ 10 માં પહેલા બે વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી તે આ વખતે ત્રણ વિષયની પરીક્ષા આપી શકાશે. જ્યારે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ તમામ વિષયની પરીક્ષા ફરીથી આપી શકશે. જેમાં વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષાના પરિણામમાં જે પરિણામ ઊંચુ હશે તે ધ્યાને લેવાશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ આપી શકશે રી એક્ઝામ

1/5
image

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની જેટલા વિષયની રી એક્ઝામ આપવી હોય તે વિદ્યાર્થી આપી શકશે. અહીં વિદ્યાર્થીઓ આખે આખી પરીક્ષા એટલે કે તમામ વિષયની પરીક્ષા ફરીથી આપી શકશે. ત્યારબાદ બન્ને વખતની પરીક્ષાના પરિણામમાં જે પરિણામ ઊંચુ હશે તે ધ્યાને લેવાશે.

ધોરણ 10માં ત્રણ વિષયની પરીક્ષા આપી શકાશે

2/5
image

ધોરણ 10માં પહેલા બે વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી તે આ વખતે ત્રણ વિષયની પરીક્ષા આપી શકાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પહેલા એક જ વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી તે આ વખતે બે વિષયની પરીક્ષા આપી શકશે. 

3/5
image

મહત્વનું છે કે, ધોરણ 12 માટે આ નિર્ણય ખૂબ જ મહત્વનો છે. આમ તો ગુજરાત બોર્ડની પરીક્ષાના પરિણામ બાદ પૂરક પરીક્ષા પણ વહેલી લેવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ વધારે વિષયમાં નાપાસ થયા હોય તો તેઓ અલગ અલગ ધોરણ પ્રમાણે માત્ર એક કે બે વિષયની પૂરક પરીક્ષા જ આપી શકતા હતા. પરંતુ આ વખતે બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે.

4/5
image

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી આખે આખી એક્ઝામ ફરી આપવા ઈચ્છતો હોય તો તે વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે. એટલું જ નહીં આ બંને પરિણામમાં બેસ્ટ ઓફ ટુ ધ્યાને લેવાશે. સાથે જ ધોરણ 12 બાદ કરિયરને લગતા કોર્સમાં કે ACPC ના કોર્સમાં પણ જે પરિણામ ઊંચું હશે તે ધ્યાને લેવાય તેવું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. 

પરીક્ષાના પરિણામ બાદ પૂરક પરીક્ષા પણ વહેલી

5/5
image

ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ હવે જાહેર થઈ ગયું છે. આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. બોર્ડે લોકસભાની ચૂંટણી બાદ રિઝલ્ટની જાહેરાત કરી દીધી હતી. ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થતાં છાત્રોમાં પણ ખુશીનો માહોલ છે.