તેજશ મોદી/સુરત :પંજાબ નેશનલ બેંકના કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીની દેશ અને દુનિયાભરની મિલ્કતો જપ્ત કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં નીરવ મોદી દ્વારા આચરવામાં આવેલા ઓવર વેલ્યુએશન કૌભાંડમાં પણ તેની મિલકત જપ્તી અંગેની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે સુરત સ્થિત એકસાઈઝ અને કસ્ટમ વિભાગ કોર્ટમાં અરજી કરાશે. જેના પણ સુનાવણી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Photos : PM મોદીને કારણે ઝટપટ ઉપડી રહ્યાં છે ખાદીના કુરતા અને જેકેટ 


સુરત સ્થિત નીરવ મોદીની કંપનીઓમાં હીરાની નિકાસ કરી તેને પ્રોસેસ કરવામાં આવતા હતા. પ્રોસેસ એટલે કે હીરા પર પોલિશ કરી તેને જ્વેલરીમાં લગાવી વિદેશમાં વેચવામાં આવતા હતા. આ કિસ્સામાં નિરવ મોદીએ તમામ હીરાઓનું ઓવરવેલ્યુએશન કર્યું હતું. જેમાં અંદાજે રૂ 4.93 કરોડના ડાયમંડને 93.70 કરોડના દર્શાવ્યા હતાં. નીરવ મોદીના આ કૌભાંડ અંગે સુરત સ્થિત એક્સાઈઝ અને કસ્ટમ વિભાગ તથા ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સને માહિતી મળી હતી. જેને આધારે તપાસ કરાઈ હતી. 


Video : આરોપી કુકડો બની બોલ્યો, ‘હું છોકરીઓની છેડતી નહિ કરું’


આ કૌભાંડ અંગે કેસ કરવામાં આવ્યો હતો, જેમાં અનેક વખત વોરન્ટ આપવા છતાં નીરવ મોદી હાજર ન થયો હતો. જેથી એક્સાઈઝ અને કસ્ટમની અરજીને આધારે કોર્ટ દ્વારા નીરવ મોદીને ભાગેડુ જાહેર કરાયો હતો. હવે જ્યારે નીરવ મોદી હાજર નથી થઈ રહ્યો, ત્યારે તેને જે આર્થિક લાભ મેળવી સરકારને ચૂનો ચોપડ્યો છે, તેની વસુલાત કરવા માટે નીરવ મોદીની મિલકતો જપ્ત કરવામાં આવશે. આ માટે એક્સાઈઝ અને કસ્ટમ વિભાગ કોર્ટના દ્વારા ખખડાવશે. અહીં એ પણ મહત્વનું છે કે, હાલમાં જ EDએ નિરવ મોદીની કેટલીક મિલકતો જપ્ત કરી હતી. તેમજ કાર સહિતની કેટલીક મિલકતોની નિલામી પણ કરવામાં આવી હતી.