અર્પણ કાયદાવાલા/અમદાવાદ :દક્ષિણ પૂર્વ અને આસપાસના પૂર્વીય ક્ષેત્ર અરબ સાગર અને લક્ષદ્વીપમાં ઓછું દબાણ સર્જાયું છે. આગામી 24 કલાક દરમિયાન આ દબાણ વાવાઝોડાનું સ્વરૂપ લેશે, અને તે ભારે ચક્રવાતમાં પરિણમશે. ત્યારે 2 જૂન સવારથી આ વાવાઝોડું ઉત્તર તરફ વળે તેવી શક્યતા છે. જેને કારણે 3 જૂનથી ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં વાવાઝોડું ટકરાય તેવી સંભાવના છે. પહેલા આ ચક્રવાત ઓમાન તરફ જવાનું હતું, પણ હવે ફંટાઈને ગુજરાત તરફ વળ્યું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ પૂર્વ નજીક પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય બન્યું છે. જે આવતીકાલે 1 જૂનના લો પ્રેશર ડિપેશનમાં પરિવર્તિત થશે. 2 જૂનના ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈ આગળ વધશે. 3 જૂનના ગુજરાતના અને મહારાષ્ટ્રના દરિયા કિનારે પહોંચશે તેવી હવામાન વિભાગની આગાહી છે. ત્યારે આ લો પ્રેશર 3 જૂનના વવાઝોડું બની ગુજરાતના દરિયા કિનારે પહોચશે. જેના બાદ 4 અને 5 જૂનના ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. 


ક્યાં ક્યાં વરસાદ પડશે....
સુરત, 
ભરૂચ, 
નર્મદા, 
વડોદરા, 
ડાંગ, 
તાપી, 
છોટાઉદેપુર, 
પંચમહાલ, 
દાહોદ, 
ખેડા, 
આણંદ, વલસાડ, 
નવસારી, 
ભાવનગર, 
અમરેલી, 
ગીર સોમનાથ, 
દિવ સહિતના જિલ્લા ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. 


આ તોફાન ગુજરાતના દ્વારકા, ઓખા અને મોરબીથી ટકરાઈને કચ્છ તરફ જઈ શકે છે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. અગાઉના અન્ય તોફાનોની જેમ તે પણ કચ્છના કંડલા અને આસપાસના વિસ્તારોને ભારે નુકસાન પહોંચાડી શકે છે. હાલ તો અરબ સાગરમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને પગલે ગુજરાતના સમુદ્રી કિનારે 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. સાથે જમાછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી દેવાઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર