mumbai delhi expressway : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આજે વડોદરામાં હાઇવે પર 52 કરોડના ખર્ચે બનેલ દુમાડ - દેણા ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. હાઇવે પર ટ્રાફિકનું ભારણ અને અકસ્માત ઘટાડવા 52 કરોડના ખર્ચે બે ફ્લાયઓવર બ્રિજ બનાવાયા છે. ત્યારે આ પ્રસંગે નીતિન ગડકરીએ ગુજરાતીઓ માટે મોટી જાહેરાત કરી છે. ગુજરાતીઓ બિઝનેસ અર્થે સૌથી વધુ મુંબઈ અપડાઉન કરે છે. એમાંના કેટલાય એવા છે જે સવારની ટ્રેનમાં મુંબઈ જઈને સાંજે કામ પતાવીને પરત ફરતા હોય છે. આવા લોકો માટે હવે મુંબઈ જવુ સરળ બનશે. કારણ કે, નેશનલ હાઈવેના અમદાવાદથી વાપી સુધીના જે બ્રિજ ફોર લેન છે તે તમામ બ્રિજ ને 6 લેન કરવાનો આજે આદેશ આપ્યો છે. જેથી હવે બાય રોડ અમદાવાદથી મુંબઈ જવુ વધુ સરળ બની રહેશે. માત્ર 6 કલાકમાં તમે મુંબઈ પહોંચી જશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીતિન ગડકરીએ કાર્યક્રમમં જાહેરાત કરી કે, 2024 સુધી અમેરિકાના બરાબર દેશમાં તમામ હાઇવેના રોડ હશે. હું 1000 કરોડના ઓછા લોકાર્પણના કામમાં જતો જ નથી, પણ રંજનબેન ભટ્ટના આગ્રહના કારણે વડોદરા આવ્યો. નેશનલ હાઈવેના અમદાવાદથી વાપી સુધીના જે બ્રિજ ફોર લેન છે, તે તમામ બ્રિજને 6 લેન કરવાનો આજે આદેશ આપ્યો છે. પહેલા દિલ્હીથી મુંબઈ જવા 36 કલાકનો સમય લાગતો હતો, પરંતું હવે હાઇવે બની જતા માત્ર 12 કલાક લાગશે. સુરત બાદ અમે સુરતથી નાસિક, અહમદનગરથી કન્યાકુમારી સુધી હાઇવે તૈયાર કરી રહ્યાં છે. ભારત ઊર્જાને આયાત કરનાર નહિ ઊર્જાને નિર્યાત કરનાર દેશ બનશે. છાણી પાસે નેશનલ હાઇવે પર અંડર પાસ બનાવવાની મંજૂરી આપી છે. સેતુ બંધન સ્કીમમાં ગુજરાત માટે 1000 કરોડ મંજૂર કરુ છું. સ્ટેટ હાઇવે માટે 3000 કરોડ રૂપિયા મંજૂર કરું છું. 


એશિયાની સૌથી મોટી ડેરી હાથમાંથી ગઈ તો શંકર ચૌધરીનું સહકારી રાજકારણ પૂરુ થઈ જશે


તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશમાં દર વર્ષે 5 લાખ લોકોનો અકસ્માત થાય છે, દોઢ લાખ લોકોના મોત થાય છે. ગુજરાતમાં 88 ટકા બ્લેક સ્પોટ સુધાર્યા, 22 ટકા અકસ્માત ઘટયા છે. ગુજરાત પોલીસને કહો, નેશનલ હાઇવે પર બ્લેક સ્પોટ શોધે, હું એને સુધારવાની ગેરેન્ટી આપું છું. ગુજરાત એક સમૃદ્ધ અને પ્રગતિશીલ રાજ્ય છે. પીએમ મોદીએ ગુજરાતનો વિકાસ કર્યો છે. ઇન્ફ્રાસ્ટ્રકચર સારું નહિ હોય તો વિકાસ નહિ થાય. પીએમ ગ્રામ સડક યોજના મેં બાજપાઈજીને બનાવીને આપી હતી. હિન્દુસ્તાનના લાખો ગામો આ યોજનાથી જોડાયા. પહેલા દેશમાં સ્કૂલની બિલ્ડિંગ હતી તો શિક્ષક ન હતા, શિક્ષક હતા તો બિલ્ડિંગ ન હતી, બંને હતા તો વિદ્યાર્થી ન હતા અને ત્રણેય હતા તો શિક્ષણ નહોતું. ગુજરાતમાં 2 લાખ કરોડનું અમે કામ કરીએ છીએ. 


ગુજરાત તરફ આવી રહ્યું મોટું ચક્રવાત, આ શહેરોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે


દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે મુસાફરી સરળ બનશે
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ગુજરાતની મુસાફરીને વધુ સરળ બનાવશે. અહેવાલો અનુસાર, દિલ્હી-વડોદરા સેક્શનને આ વર્ષે ડિસેમ્બરથી હાઇ-સ્પીડ મુસાફરી માટે ખોલવામાં આવશે. હાલમાં, શહેરમાં પહોંચવામાં 18 કલાકનો સમય લાગે છે. એક્સપ્રેસ વેના નિર્માણ બાદ અહીં માત્ર 10 કલાકમાં પહોંચી શકાશે. મુંબઈ કે દિલ્હીથી ગુજરાત જતા લોકો માટે આ ચોક્કસપણે સારા સમાચાર છે. નોંધનીય છે કે આ વિભાગ હાલના રૂટની તુલનામાં રોડ દ્વારા ગોવાની મુસાફરીને પણ સરળ બનાવશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેને જલદી દિલ્હીથી સીધી કનેક્ટિવિટી મળવાની છે. એક એવા લિંક એક્સપ્રેસવેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે દિલ્હી, ગાઝિયાબાદ, નોઇડા અને ફરીબાબાદને ડીએનડી ફ્લાઇઓવર અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેથી જોડશે. તેના તૈયાર થયા બાદ દૌસા અને જયપુરથી આવનાર-જનારને ગુડગાંવના રસ્તે જવાની જરૂર પડશે નહીં. જો દાહોદ સેક્શનને છોડી દેવામાં આવે તો દિલ્હી-વડોદરા ખંડ આ વર્ષે ડિસેમ્બર સુધી બનીને તૈયાર થઈ શકે છે. 


આ ગુજ્જુ કાકાની ક્રિકેટ કોમેન્ટરીના PM મોદી અને કપિલ દેવ પણ છે ફેન, અંદાજ છે સાવ અલગ