હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીએ (Coronavirus) હાહાકાર મચાવ્યો છે. ત્યારે થોડા સમય પહેલાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી (DyCM) તેમજ આરોગ્ય મંત્રી (Health Minister) નીતિન પટેલ કોરોના સંક્રમિત (Nitin Patel Corona Positive) થયા હતા. હાલમાં નીતિન પટેલ સ્વસ્થ છે અને તેમની તબિયત સારી છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા (Discharge) પછી થોડા દિવસ સુધી આરામ કર્યા બાદ ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી સક્રિય બન્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા દર્દીઓને સગવડો-સુવિધાઓ અને દવાઓ નાગરિકોને આપવામાં આવી. નિતિન પટેલએ કહ્યું હતું કે હું એક વર્ષ સુધી કોરોનાની કામગીરીમાં વ્યસ્ત રહ્યો હતો. હોસ્પિટલથી માંડીને શહેરોની તમામ જગ્યાએ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી સાથે સતત ઉપસ્થિત રહ્યો હતો. 

રાજકોટમાં બ્લેક ફંગસનો હાહાકાર, 500 દર્દી દાખલ, રોજ 15 ઓપરેશન


મને પણ 24 એપ્રિલના રોજ સંક્રમણ થયું હતું. તે દિવસે બપોર પછી કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ટેક્નિકલ સ્ટાફને બોલાવીને ટેસ્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો હતો અને યુ.એન.મહેતામાં દાખલ કર્યો હતો. મારી જે સ્થિતિ હતી એ કોરોના દર્દીઓ કરતાં ખરાબ સ્થિતિ હતી. સારવાર પછી 10 દિવસ આરામની સલાહ આપી હતી. ઓક્સિજન લેવલ ભારે વધઘટ રહેતી હતી. 


આરોગ્ય વિભાગના સંકલનમાં રહેવું જરૂરી હતું. હું કોરોના પોઝિટિવ હતો ત્યારે ગંભીર સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે 14 થી 15 હજાર દર્દીઓ આવતા હતા. ડોક્ટરોની મનાઇ છતાં પણ હું  અધિકારીઓ અને ડોક્ટરના સંપર્કમાં રહેતો હતો. મારી શક્ય એટલી ફરજ બજાવવાનો પ્રયત્ન કર્યો હતો. 

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ઉચ્ચશિક્ષણનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન આપવાની કરી જાહેરાત


હજારો લોકોએ શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ફોન કરીને શુભેચ્છા પાઠવી હતી. સરકાર મુખ્યમંત્રી અને અને કોર ગ્રુપ જે નિર્ણય લેવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે તે પ્રમાણે અમલ કરીએ છીએ. મારી જાણકારી મુજબ એકપણ વ્યક્તિનું ઓક્સિજન વગર મૃત્યું થયું નથી. વાવાઝોડા દરમિયાન પણ હોસ્પિટલોમાં પણ મુશ્કેલી પડી નથી. માર્ગ મકાન અને ઉર્જા વિભાગના કર્મચારીઓની મહેનતના લીધે શક્ય બન્યું છે. આ કામગીરી માટે વહિવટીતંત્રને અભિનંદન આપું છું. 

Mucormycosis ના દર્દીઓ માટે રાહતના સમાચાર, અમદાવાદ પહોંચ્યો એમ્ફોટેરેસીન બી ઇન્જેક્શનનો જથ્થો


માર્ગ-મકાન વિભાગ દ્વારા બધા જ રસ્તાઓ વાવાઝોડા બાદ પુનઃ ચાલુ કરી દીધા છે. મ્યુકોમાયસીસનો રોગ એક મહિનાથી પોલીસ અને ગુજરાતમાં દેખાઈ રહ્યો છે. તેની સામે પણ આરોગ્ય વિભાગે રાજ્ય સરકારે અમદાવાદ વડોદરા સુરત મોટા શહેરની હોસ્પિટલમાં વોર્ડ ઉભા કરી સારવાર ચાલુ કરી દીધી છે.


ઇન્જેક્શન પણ જોઈએ એટલા પ્રાપ્ત થતા નથી પણ ભારત સરકાર દ્વારા જે ફાળવણી કરવામાં આવે છે. તેના આધારે સીધા હોસ્પિટલમાં મોકલી આપવામાં આવે છે. વર્ષે પાંચ પચ્ચીસ કેસ ગુજરાતમાં આવતા હતા. જોકે આજે 500 કરતાં વધુ કેસ ગુજરાતમાં આવી ચૂક્યા છે. એક દર્દીને 15 લાખથી વધારે રૂપિયાનો ખર્ચ થતી સારવાર છે. જોકે સરકાર તમામનું જીવન બચાવવા માટે પ્રયત્ન કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube