ગાંધીનગર: કોંગ્રેસ સરકારે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમ તથા રાજસ્થાનમાં ખેડૂતોના દેવામાફીની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકાર ખેડૂતોના દેવામાફીની રીતે નહીં પરંતુ બીજી રીતે ખેત ઉત્પાદન વધારી ખેડૂતોને સમૃદ્ધ કરવાનો પ્રયાસ કરી રહી છે. તો રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કોંગ્રેસ અને રાહુલ મોડા મોડા જાગ્યાં હોવાનું જણાવ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકાર ખેડૂતોના દેવા માફીની રીતે નહીં પણ બીજી રીતે ખેત ઉત્પાદન વધારી ખેડુતોને સમૃદ્ધ કરવાનો પ્રયાસ કરી રહી છે. રાહુલ ગાંધીના ટ્વીટ પર નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલનું નિવેદન રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, તે પહેલાં આસામની ભાજપ સરકાર દ્વારા ખેડુતોના દેવા માફીની જાહેરાત કરી હતી. દરેક રાજ્યની પરિસ્થિતિ અલગ અલગ હોય છે. એટલે તેના આધારે નિર્ણય લેવામાં આવતો હોય છે.


 



 


રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા ટ્વિટનો જવાબ આપતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું છે, કે દેશભરમાં હારનારી કોંગ્રેસ લાંબા સમય બાદ ત્રણ રાજ્યોમાં વિજયી થઇ છે. અને આ ટ્વિટનો વધુ પડતો ઉત્સાહ રાહુલ ગાંધીની ટ્વિટમાં દેખાઇ રહ્યો છે. 


મધ્ય પ્રદેશમાં કમલનાથે મુખ્યમંત્રી બન્યાના બે જ કલાકમાં ખેડૂતોનું દેવું માફ કર્યું છે ત્યારે આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પુછતા તેમણે જણાવ્યું કે આપણે આપણા વિચારો પહેલા જ રજૂ કરી ચુક્યા છીએ એટલે કે ગુજરાતમાં ખેડૂતોનું દેવું ભાજપ સરકાર માફ નહીં કરે. વધુમાં નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર પણ કરતા કહ્યું કે લોકસભાની ચૂંટણી આવે છે એટલે કોંગ્રેસ આવી જાહેરાત કરે છે.