• તેમણે ત્રીજી લહેર આવવાની આશંકાએ નાગરિકોને કોરોનાના નિયમો પાળવા તાકીદ કરી

  • અંબાજી ખાતે જય જલિયાણ સદાવ્રતની મુલાકાત લઇ નાયબ મુખ્યમંત્રીએ માઇભક્તોને પોતાના હાથે ભોજન પણ પિરસ્યું


ઝી મીડિયા/બ્યૂરો :ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) બનાસકાંઠા અને મહેસાણાના પ્રવાસે હતા. મહેસાણા (Mehsana) માં દૂધસાગર ડેરી નિર્મિત ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ કરાયું હતું. જ્યાં એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરને લઈ ઊંઘમાં સપનાં આવે છે ત્યારે ઉઠી જાઉં છું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શનિવારે મહેસાણામાં દૂધસાગર ડેરી નિર્મિત ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે આ વાત કહી હતી. તેમણે ત્રીજી લહેર આવવાની આશંકાએ નાગરિકોને કોરોનાના નિયમો પાળવા તાકીદ કરી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. 


આ પણ વાંચો : ગુમ સ્વીટી પટેલ કેસમાં નવો વળાંક, દહેજમાં બિલ્ડીંગ પાછળ મળેલા હાડકા કોના?


તો આ ઉપરાંત નીતિન પટેલે બનાસકાંઠામાં 120 કરોડના ખર્ચથી નિર્માણ પામેલ દાંતા-અંબાજી ચારમાર્ગીય રસ્તા તથા  ત્રિશુળીયા ઘાટ ઉપર વ્યું પોઇન્ટનું લોકાર્પણ કર્યું હતું. તેમણે અંબાજી મંદિરમાં પણ દર્શન કર્યા હતા. તેમણે જણાવ્યું કે, સંભવિત કોરોનાની ત્રીજી લહેરના મક્કમ મુકાબલા માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે સજ્જ છે. મોટા શહેરો અને જિલ્લાની તમામ હોસ્પીટલોમાં સંભવિત ત્રીજી લહેરના સામના માટે અત્યારથી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. તેમણે કહ્યું કે, કોઇપણ પ્રકારનો ડર રાખ્યા સિવાય માસ્ક પહેરીએ, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરીએ તથા આપણે સૌ કોરોના પ્રતિરોધક રસી મુકાવીએ અને કોરોનાની ત્રીજી લહેરને આવતી અટકાવીએ. અંબાજી ખાતે જય જલિયાણ સદાવ્રતની મુલાકાત લઇ નાયબ મુખ્યમંત્રીએ માઇભક્તોને પોતાના હાથે ભોજન પણ પિરસ્યું હતું.