હિતલ પારેખ/ગાંધીનગર :બિનસચિવાલય ક્લાર્ક (Bin Sachivalay Clerk Exam) ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના ભાવિ માટે સરકારે (Gujarat Government) મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા હાલ પરીક્ષા મુલત્વી રાખવાનો નિર્ણય મુલત્વી રાખવામાં આવ્યો છે. ધોરણ 12ની લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા હવે આપી શકશે. એટલે કે, કેન્સલ કરાયેલી પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા હવે 17 નવેમ્બરે યોજાશે. જેમાં ધોરણ 12 પાસ અને સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. વાલી અને વિદ્યાર્થીઓની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ નિર્ણય બદલવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થાંભલા પર ચડેલી આ મહિલાની કરતૂત જાણી તમે પણ ચોંકી ઉઠશો... જાણો


ધોરણ-12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે
પરીક્ષા વિશે જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, 3771 જગ્યા માટે ભરવા માટે ગૌણ સેવા પસંદગી મંડળને કામગીરી સોંપવામાં આવી હતી. ત્યારે સામાન્ય વહીવટ વિભાગને સૂચના આધારે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા રદ કરાઈ હતી. ત્યારે મુખ્યમંત્રીથી માંડીને તમામ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. યુવાનો તરફથી બધાની લાગણીઓ અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જેને પગલે પરીક્ષા રદ કરવાનો નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો છે. હવે ધોરણ 12 પાસ અને સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. સરકારે ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને એક તક આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે બહાર પડેલું સ્નાતક કક્ષાનું નોટિફિકેશન મુલતવી રાખવાનો પણ મેળવી લીધો છે. 


ધંધુકા નજીક એક જીવને બચાવવા જતાં બે વ્યક્તિઓના જીવ ગયા...


હવે 17 નવેમ્બરે પરીક્ષા લેવાશે
તેમણે નવી તારીખ જાહેર કરતા કહ્યું કે, અગાઉની પરીક્ષા 20 ઓક્ટોબરે લેવાની હતી, જે કેન્સલ કરાઈ હતી. ત્યારે હવે નવી પરીક્ષા 17 નવેમ્બર 2019ના રોજ લેવાશે. રાજ્યના 3171 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. મેરીટના આધારે 3771 ઉમેદવારોને પસંદ કરવામાં આવશે. તમામ અનામતની જોગવાઈઓ લાગુ કરીને ઉમેદવારોને પસંદ કરવામાં આવશે. જે પ્રક્રિયા શરૂ થયેલી એ પ્રક્રિયાને ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે એટલે નવેસરથી કોઈ જ પ્રકારના ફોર્મ ફરી ભરવા નહિ પડે. 


અમદાવાદ : પોલીસ જાપ્તામાંથી ભાગેલ આરોપી સીધો જ પ્રેમિકા પાસે પહોંચ્યો, બાદમાં સાથે આત્મહત્યા કરી 


વિદ્યાર્થીઓની નવી કોઈ પ્રોસેસ કરવાની જરૂર નહિ પડે
ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળના ચેરમન અસિત વોરાએ જણાવ્યું કે, પરીક્ષાની સંપૂર્ણ પરિસ્થિતિ યથાવત રહેશે. કોઈ પ્રક્રિયા નવેસરથી અનુસરવાની જરૂર નહિ પડે. કોલ લેટર અડધા કલાકમાં એનઆઈસીની વેબસાઈટ પર ઓપન કરી દેવાશે. જે વિદ્યાર્થીઓને ઓજસની વેબાસાઈટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે. વિદ્યાર્થીઓને જૂના સેન્ટર મુજબ પર પરીક્ષા આપવાની રહેશે. જે ઉમેદવારોએ અરજી કરી છે તે તમામ પરીક્ષા આપી શકશે. 


ઉલ્લેખનીય છે કે, બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા કેન્સલ થતા સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓનો વિરોધ જોવા મળ્યો હતો. જેમાં રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગાંધીનગર પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :