વિરોધીઓ પર વરસ્યા નીતિન પટેલ, પત્ની જેનું નથી સાંભળતી એવા સલાહ આપવા નીકળી પડ્યા
Nitin Patel Statement : મહેસાણામાં વિરોધીઓ પર વરસ્યા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ....કહ્યું કે `પત્ની જેનું નથી સાંભળતી એવા સલાહ આપવા આવે છે` ...સલાહ આપનારની કેપિસિટી જોવી પડે
Mehsana News : ચૂંટણીમા ક્યાંય નીતિન પટેલ ઉમેદવાર નથી, છતા ભાજપના આ ફાયરબ્રાન્ડ નેતા સતત ચર્ચામાં રહે છે. મહેસાણામાં ઉમેદવારી પરત ખેંચીને નીતિન પટેલે આડકતરી રીતે પક્ષના નિર્ણયને માન આપ્યું. ત્યારે મહેસાણામાં વિશ્વ ઉમિયા ધામના એક કાર્યક્રમમા નીતિન પટેલ સ્ટેજ પરથી વિરોધીઓ પર વરસ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પત્ની જેનું નથી સાંભળતી એવા સલાહ આપવા આવે છે.
સલાહ આપવાનું બંધ કરો
વિશ્વ ઉમિયા ધામ આયોજિત માં ઉમિયાના દિવ્ય રથ પરિભ્રમણે નીકળ્યો છે. ત્યારે મહેસાણામાં મોઢેરા રોડ પર હજારોની સંખ્યામાં પાટીદાર મહિલાઓએ રથનું સ્વાગત કર્યું હતું. મહેસાણામાં વિશ્વ ઉમિયાધામ દિવ્ય રથ પરીભ્રમણ યાત્રા પહોંચી ત્યારે આ પ્રસંગે નીતિન પટેલે કાર્યક્રમમાં કહ્યું હતુ કે, સમાજનું પીઠબળ, સમર્થન, શક્તિ હોય તો સમાજનો વિકાસ થાય છે. કોઈએ ટીકા કરી કે મંદિરો બનાવીને શું કરવાનું. આ મંદિર વિશ્વમાં ઊંચામાં ઊંચું બનવા જઈ રહ્યું છે. કોઈ કામ ઝડપથી પૂરું ના થાય, કામમાં સમય લાગે.
ગુજરાતના આ શહેરમાં હવે કૂતરું પાળવું હોય તો લાઈસન્સ લેવું પડશે, આવ્યો નવો નિયમ
વિરોધી પર નીતિન પટેલે કહ્યુ હતું કે, હું ધારાસભ્ય હતો ત્યારે ગમે તે મને સલાહ આપતા. “જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તે અમને સલાહ આપે છે...” આવા નેતાઓને સલાહ આપવાનું બંધ કરવા નીતિન પટેલે સ્પષ્ટ સૂચના આપી છે. સાથે જ તેમણે કહ્યું કે, સલાહ આપનારની કેપેસિટી જોવી પડે.
ડૂબતે કો તિનકે કા સહારા! ભાજપને જીતવા માટે કોંગ્રેસની જરૂર, 27% ઉમેદવાર મૂળ કોંગ્રેસ