હિતલ પારેખ/ ગાંધીનગર: કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે મોટી જાહેરાત કરી છે. યોગ દિવસ એટલે કે 21 જૂનથી દેશમાં 18 વર્ષથી મોટી ઉંમરના બધા લોકોને ભારત સરકાર દ્વારા ફ્રી વેક્સીન લગાવવામાં આવશે. પીએમ મોદી આ જાહેરાત બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આજે સમગ્ર દેશને પ્રધાનમંત્રીએ રાષ્ટ્રજોગ સંદેશ આપી માનવ સેવા અને રજ્યોને મદદરૂપ થાય તેવી વેક્સીનેશનની જાહેરાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18 થી 44 વર્ષના યુવાનોના વેક્સીનેશનનો ખર્ચ રાજ્યોએ કરવો પડે તેવી વ્યવસ્થા હતી. કોરોનામાં સુરક્ષિત રાખવા કરોડો નાગરિકોને વિનામૂલ્યે કેન્દ્ર સરકાર દ્વારા વેક્સીન આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા 18 થી 44 વર્ષના યુવાનોનું વેક્સીનેશન કરે તેવી રજૂઆતો કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી તે પ્રમાણે 21 જૂનથી સમગ્ર દેશમાં 18 થી 44 વર્ષના યુવાનોને કેન્દ્ર સરકાર દ્વારા મફત વેક્સીન અપાશે. આ જાહેરાતથી 3 કરોડ 5 લાખ જેટલા યુવાનોને લાભ થશે.


આ પણ વાંચો:- અમદાવાદ સિવિલમાં સફળતાપૂર્વક મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સર્જરી, બે મહિનામાં 950 થી વધુની સારવાર


રાજ્ય સરકાર દ્વારા આ ખર્ચની ચુકવણી કરવાની વ્યવસ્થા કરાઈ હતી જો કે, કેન્દ્ર સરકારની જાહેરાત બાદ ગુજરાતને લાભ થશે. એક વેક્સીન પાછળ 350 થી 400 નો ખર્ચ રાજ્ય સરકારને કરવો પડતો હતો. જો કે, આ જાહેરાત બાદ મોટા રમકના ખર્ચની બચત થશે. દરેક વય જૂથના વ્યક્તિને ગુજરાત દ્વારા મફત વેક્સીનેશનનું કામ શરૂ કરી દેવાયું છે. પ્રધાનમંત્રીનો આભાર માનું છું અને અભિનંદન આપું છું.


આ પણ વાંચો:- ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતાની રેસ તેજ, ભરતસિંહ સોલંકીએ પકડી દિલ્હીની વાટ


ગરીબોને BPL કાર્ડ ધારકો માટે પ્રધાનમંત્રીએ કરેલી જાહેરાતને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આવકારી છે. કેન્દ્રની જાહેરાત પ્રમાણે ભારત સરકાર દ્વારા અન્ય વય જૂથના લોકો મસ્ટ વેક્સીન પહોંચાડવામાં આવી રહી છે. તે રીતે 18 થી 44 વર્ષના વય જૂથના લોકો માટે બે ડોઝના 700 રૂપિયા થયા છે. 3 કરોડ યુવાનો માટે આ ખર્ચ ગુજરાતને થવાનો હતો તે હવે કેન્દ્ર સરકાર કરશે.


આ પણ વાંચો:- Viral Video: સુરતમાં પોલીસનો નથી કોઈને ભય? જાહેરનામાં બાદ પણ જાહેરમાં જન્મદિવસની ઉજવણી


ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં છૂટછાટ બાબતે કોર ગ્રુપમાં ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે. પરિસ્થિતિ અને સંજોગો પ્રમાણે નિર્ણય લેવામાં આવશે તેવું નીતિન પટેલે જણાવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube