ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) એ આજે 200 કરોડના ખર્ચે બનેલ સરદાર ધામ (Sardardham) ના લોકાર્પણમાં હાજરી આપી હતી. ત્યારે પાટીદારો (Patidar) ના મંચ પરથી તેમણે ઓબીસી અને તાલિબાન અંગે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે પાટીદારોને ઓબીસી (OBC) માં સમાવવા મુદ્દે મોટી વાત કહી છે. તો સાથે જ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના તાલિબાનના ટ્વીટ અંગે પણ પ્રતિક્રિયા આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીદારોનો OBCમાં સમાવવા મુદ્દે નીતિન પટેલે (Nitin Patel) કહ્યું કે, હજુ સુધી કોઈ જ્ઞાતિએ આ માટે રજૂઆત નથી કરી. ભારત સરકારે રાજ્ય સરકારોને સત્તા સોંપી છે. ભારત સરકારે પાર્લામેન્ટમાં કાયદો પસાર કર્યો છે. જેમાં રાજ્યો ઓબીસી જ્ઞાતિનો સમાવેશ કરી શકશે. કોઈપણ જ્ઞાતિ જો ઓબીસી (OBC) માં જોડાવા પાત્ર હશે તો તે સંદર્ભે સર્વે થશે. કોઈ જ્ઞાતિ મંજૂરી માંગશે તો અભ્યાસ કરવામાં આવશે. જે તે જ્ઞાતિનું સંગઠન માંગણી કરશે તો તે અંગે નિયમ મુજબ સર્વે થશે. અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. અત્યાર સુધીમાં કોઈ પણ જ્ઞાતિએ મંજૂરી માગી નથી. પંચની ભલામણ બાદ સરકાર અભ્યાસ કરશે. 


આ પણ વાંચો : અમદાવાદના આ વિસ્તારોમાં છે કૂતરાઓનું સામ્રાજ્ય, ગમે ત્યારે એટેક કરી દે છે 


તો બીજી તરફ, વિપક્ષના નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani) ના તાલિબાનના ટ્વીટ અંગે પ્રતિક્રિયા આપતા નીતિન પટેલે જણાવ્યું કે, આવા માનવતાભર્યા દિવસે તાલિબાનોને કોંગ્રેસ જ યાદ કરી શકે છે. આતંકવાદીઓનો કાળો દિવસ કાળા કૃત્ય કરનારાને કોંગ્રેસના લોકો જ યાદ કર શકે છે. અમે આજના દિવસને તાલિબાનોને યાદ ના કરીએ. ભારતની વિદેશ અને સંરક્ષણ નીતિ સાથે દેશને આગળ વધારવો એ જ નિશ્ચય છે. 9/11 ના દિવસને તાલિબનોને યાદ કરવાની જરૂર નથી. પરેશભાઈના આ નિવેદન ને હું વખોડી કાઢું છું. 


આ પણ વાંચો : અલંગના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા કેપ્ટન જહાજ લઈને કિનારે પહોંચી


પરેશ ધાનાણીની ટ્વીટ
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કરતી ટ્વીટ કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતની રાહે તાલિબાન.... અંગ્રેજોના શાસનમાં પણ આંદોલનનો... અધિકાર સંપૂર્ણ અબાધિત હતો... ગુજરાતના આધુનિક તાલિબાનોએ તો ૨૦ વર્ષ પહેલા જ આંદોલન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો હતો. શું હવે ગુજરાતની રાહ ઉપર જ અફઘાની તાલિબાનો આગળ વધી રહ્યા છે..? ગુજરાત_બચાવો_અભિયાન.