અલંગના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા કેપ્ટન જહાજ લઈને કિનારે પહોંચી

પૃથ્વી પરના લગભગ દરેક ક્ષેત્રોમાં હવે મહિલાઓ જોવા મળી રહી છે. પુરુષો સાથે ખભેખભો મળાવીને મહિલાઓ વિકાસના રાહ પર આગળ વધી રહી છે. આવામાં ભાવનગર (bhavnagar) ના ઈતિહાસમાં પહેલા ક્યારેય બની હોય તેવી ઘટના એક મહિલાને કારણે બની છે. દુનિયાભરના જહાજોને ભાંગવાનુ કામ કરતા અલંગ (Alang) ના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા કેપ્ટન જહાજ લઈને પહોંચી છે. અલંગના 38 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર લેડી કેપ્ટન જોવા મળી છે. જે જાણીને સૌ કોઈ આશ્ચર્ય પામ્યા હતા. 
અલંગના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા કેપ્ટન જહાજ લઈને કિનારે પહોંચી

ઝી મીડિયા/બ્યૂરો :પૃથ્વી પરના લગભગ દરેક ક્ષેત્રોમાં હવે મહિલાઓ જોવા મળી રહી છે. પુરુષો સાથે ખભેખભો મળાવીને મહિલાઓ વિકાસના રાહ પર આગળ વધી રહી છે. આવામાં ભાવનગર (bhavnagar) ના ઈતિહાસમાં પહેલા ક્યારેય બની હોય તેવી ઘટના એક મહિલાને કારણે બની છે. દુનિયાભરના જહાજોને ભાંગવાનુ કામ કરતા અલંગ (Alang) ના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા કેપ્ટન જહાજ લઈને પહોંચી છે. અલંગના 38 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર લેડી કેપ્ટન જોવા મળી છે. જે જાણીને સૌ કોઈ આશ્ચર્ય પામ્યા હતા. 

9 સપ્ટેમ્બરનો દિવસ અલંગના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.  કારણ કે આ દિવસે એક મહિલા જહાજ હંકારીને તેને અલંગના કિનારે લઈ આવી હતી. અલંગ શિપબ્રેકિંગ (ship breaking) યાર્ડની સ્થાપના વર્ષ 1983માં થઇ હતી, ત્યારથી લઇને અત્યારસુધીમાં 38 વર્ષમાં 8351 જહાજ ભાંગવા માટે અહીં આવી ચૂક્યા છે, પરંતુ કોઇ મહિલા કેપ્ટન જહાજ લઇને આવી હોય, તેવી આ પહેલી ઘટના છે. સ્વીનની મહિલા કેપ્ટન સોફિયા લૂન્ડમાર્કે અલંગનો ઈતિહાસ બદલ્યો છે. 

જહાજમાં મહિલા કેપ્ટન ભાગ્યે જ જોવા મળતી હોય છે, ત્યારે સ્વીડનની મહિલા કેપ્ટન સોફિયા લૂન્ડમાર્ક ઓઇલ ટેન્કર શિપ સેલી કુન્ટસેનને લઈને અલંગ પહોંચી હતી. આ જહાજ અલંગના પ્લોટ નંબર 63 માં લઈને સોફિયા પહોંચ્યા હતા. જે ગર્વની વાત છે. સોફિયા છેલ્લા 22 વર્ષથી જહાજ પરિવહન સાથે સંકળાયેલા છે. તેઓ પહેલીવાર જહાજ લઈને અલંગ પહોંચ્યા હતા. 

અલંગના દરિયા વિશેના પોતાના અનુભવ વિશે તેમણે કહ્યું કે, મારા 22 વર્ષના કરિયરમાં મેં ક્યાંય અલંગના દરિયા જેવો કરન્ટ અનુભવ્યો નથી. અહીં જહાજનું એન્કર નાંખવુ અને તેને ફરીથી ઉપાડવુ જોખમી છે. પરંતુ અહી સુધીનો મારો અનુભવ બહુ જ સારો રહ્યો. 

તમને જણાવી દઈએ કે, વિશ્વમાં જહાજ પર કામ કરતી મહિલાઓનું પ્રમાણ બહુ ઓછુ છે. તેમાં પણ લેડી કેપ્ટન માત્ર 2 ટકા છે. જહાજ પર કરિયર બનાવવા વિશે સોફિયાએ કહ્યું કે, જહાજના કેપ્ટન બનવા માટે તમારે મગજ અને હ્રદયથી સ્ટ્રોન્ગ હોવું જરૂરી છે. લોકો શું કહે છે તે બાબતોને અવગણતા આવડવું જોઇએ. જહાજ ઉપર ક્રૂ મેમ્બરો એક નાની સોસાયટીની જેમ રહે છે, મહિનાઓ સુધી પાણીમાં રહેવું પડે છે. છતા એક સેઇલર દરિયામાં ઉઠી રહેલા મોજાને પ્રેમ કરે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news