Nityanand Ashram Dispute: નિત્યાનંદ પાસે છે `કાળા જાદુનો` ખજાનો?? જાણી તમે પણ ચોંકી ઉઠશો
નિત્યાનંદ આશ્રમમાં (Nityanand Ashram) કુકર્મ મામલે રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. બાળકો પર અત્યાચાર મામલે નિત્યાનંદ (Nityanand) આશ્રમમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમદાવાદ સ્થિત નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકાઓની ધરપકડ કરી પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે. આ સંજોગોમાં નિત્યાનંદ અંગે ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. જે પિતા પુત્રીઓને બચાવવા આગળ આવ્યા છે એ પિતા જનાર્દન શર્મા (janardan sharma) અને માતા ભુવનેશ્વરી સામે એમની જ પુત્રી નિત્યનંદિતાએ (Nityananda) ગંભીર આરોપ લગાવ્યા છે
દિક્ષીત સોની/અમદાવાદ : નિત્યાનંદ આશ્રમમાં (Nityanand Ashram) કુકર્મ મામલે રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. બાળકો પર અત્યાચાર મામલે નિત્યાનંદ (Nityanand) આશ્રમમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમદાવાદ સ્થિત નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકાઓની ધરપકડ કરી પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે. આ સંજોગોમાં નિત્યાનંદ અંગે ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. જે પિતા પુત્રીઓને બચાવવા આગળ આવ્યા છે એ પિતા જનાર્દન શર્મા (janardan sharma) અને માતા ભુવનેશ્વરી સામે એમની જ પુત્રી નિત્યનંદિતાએ (Nityananda) ગંભીર આરોપ લગાવ્યા છે. લંપટતાના દલદલમાંથી વ્હાલસોયી પુત્રીને પરત મેળવવા મથી રહેલા પિતા જનાર્દન શર્માએ ઝી 24 કલાકના એડિટર દિક્ષીત સોની સમક્ષ પોતાની વ્યથા ઠાલવી નિત્યાનંદ આશ્રમમાં ચાલી રહેલ અનેક અયોગ્ય પ્રવૃત્તિઓનો ભાંડો ફોડ્યો.
નિત્યાનંદ કાળા જાદુમાં પારંગત !!
નિત્યાનંદે કાળા જાદુ હસ્તગત કર્યા હોવાની સ્ફોટક વિગતો સામે આવી છે. નિત્યાનંદ પાસે વિજ્ઞાન ભૈરવ તંત્રની વિદ્યાઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વિદ્યાઓ દ્વારા તે ગમે તે વ્યક્તિને પોતાની માયાજાળમાં લાવી એની પાસેથી મનગમતું કાર્ય કરાવી શકે એમ છે. અનેક મોટી હસ્તીઓ સાથે ઉઠક બેઠક ધરાવતો નિત્યાનંદ કાળી વિદ્યામાં પારંગત છે. તાંત્રિક જગતની જાણીતી વિજ્ઞાન ભૈરવ તંત્રની કેટલીક વિદ્યાઓ નિત્યાનંદે હસ્તગત કરી છે. જેનાથી તે ધારે તે વ્યક્તિને પોતાના વશમાં કરી શકે એમ છે.
પુત્રીઓને પરત મેળવવા મથી રહેલા પિતાની વ્યથા...જુઓ વીડિયો
મંજુલા શ્રોફનું નિત્યાનંદ સાથેનું કનેક્શન સામે આવ્યું, DPSએ નિત્યાનંદ આશ્રમ સાથે છેડો ફાડ્યો
નિત્યાનંદની જેમ તેની શિષ્યા નિત્યનંદિતા પણ બની ઢોંગી, અંધ બાળકોને ભ્રમિત કરતો વીડિયો આવ્યો સામે
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube