નિત્યાનંદની જેમ તેની શિષ્યા નિત્યનંદિતા પણ બની ઢોંગી, અંધ બાળકોને ભ્રમિત કરતો વીડિયો આવ્યો સામે

નિત્યાનંદ સ્વામી (Nithyananda) ના ઢોંગ વર્ષો પહેલા જ ઉઘાડા પડી ગયા હતા. મહિલાઓ સાથે વાયરલ થયેલી તેની ક્લિપ બાદ તેનો મોટાપાયે વિરોધ થયો હતો. ત્યારે આ ઢોંગી બાબા હાલ અમદાવાદના તેના આશ્રમના માધ્યમથી ફરીથી ચર્ચામાં આવ્યો છે. નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) માં વિવાદ બહાર આવ્યા બાદ રોજ નવા નવા ખુલાસા થઈ રહી છે. તેમજ આશ્રમ દ્વારા ચાલતા ધતિંગ સામે આવી રહ્યાં છે. નિત્યાનંદને પોતાના પિતાનો દરજ્જો આપતી નિત્યનંદિતાએ આશ્રમમાં કરેલી વિવાદાસ્પદ કામગીરીનો એક ચોંકાવનારો વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં 18 વર્ષની નિત્યનંદિતા કેવી રીતે આંખે જોઈ ન શકનારા બાળકોને કેવી રીતે ભ્રમિત કરે છે તેનો વીડિયો સામે આવ્યો છે. 

નિત્યાનંદની જેમ તેની શિષ્યા નિત્યનંદિતા પણ બની ઢોંગી, અંધ બાળકોને ભ્રમિત કરતો વીડિયો આવ્યો સામે

અમદાવાદ :નિત્યાનંદ સ્વામી (Nithyananda) ના ઢોંગ વર્ષો પહેલા જ ઉઘાડા પડી ગયા હતા. મહિલાઓ સાથે વાયરલ થયેલી તેની ક્લિપ બાદ તેનો મોટાપાયે વિરોધ થયો હતો. ત્યારે આ ઢોંગી બાબા હાલ અમદાવાદના તેના આશ્રમના માધ્યમથી ફરીથી ચર્ચામાં આવ્યો છે. નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) માં વિવાદ બહાર આવ્યા બાદ રોજ નવા નવા ખુલાસા થઈ રહી છે. તેમજ આશ્રમ દ્વારા ચાલતા ધતિંગ સામે આવી રહ્યાં છે. નિત્યાનંદને પોતાના પિતાનો દરજ્જો આપતી નિત્યનંદિતાએ આશ્રમમાં કરેલી વિવાદાસ્પદ કામગીરીનો એક ચોંકાવનારો વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં 18 વર્ષની નિત્યનંદિતા કેવી રીતે આંખે જોઈ ન શકનારા બાળકોને કેવી રીતે ભ્રમિત કરે છે તેનો વીડિયો સામે આવ્યો છે. 

અંધજન મંડળના છોકરાઓને જોતા કરવાનો ખોટો ડહોળ કરતો વીડિયો હાલ ઝી 24 કલાક પાસે આવ્યો છે. જેમાં નિત્યનંદિતા પોતાના હાથથી અંધ બાળકો પર કોઈ વિદ્યા કરી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. આ વીડિયો ક્યારનો છે તેની પુષ્ટિ થઈ નથી. પરંતુ એ સો ટકા કહી શકાય, પાખંડી લોકો દિવ્યાંગોને પણ નથી છોડતા. 

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે, નિત્યનંદિતા અંધ બાળકોને આર્શીવાદ આપી રહી છે. આ એ જ યુવતી છે જે હાલ ગુમ છે, અને તેના માતાપિતા તેને શોધી રહ્યાં છે. આ વીડિયો અમદાવાદના અંધજન મંડળનો છે. છ મહિના પહેલા આશ્રમના સાધકો અંધજન મંડળમાં આવ્યા હતા, જેઓએ વિશેષ થેરાપીથી અંધ બાળકોને વાંચતા કરવાનો દાવો કર્યો હતો. વીડિયો વિવાદમાં આવ્યા બાદ અંધજન મંડળના પ્રોજેક્ટ ડાયરકેટર વિમલબેન થવાણીએ જણાવ્યું હતું કે, પહેલા અમને તેમના પર વિશ્વાસ નહોતો આવ્યો. પણ બાદમાં તેઓએ ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું. જ્યારે તેઓ થેરાપી આપતા ત્યારે અમારા સુપરવાઈઝર સાથે જ રહેતા હતા. ચાર-પાંચ થેરાપી બાદ અંધ બાળકોમાં કોઈ ફરક ન જણાતા અમે તે બંધ કર્યું હતું.

માંગ ભરેલો નિત્યનંદિતાનો ફોટો વાયરલ
વિવાદમાં આવ્યા બાદ નિત્યનંદિતાની વિવિધ તસવીર અને વીડિયો સામે આવી રહ્યાં છે. નિત્યાનંદિતાના કપાળમાં માંગ ભરેલા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. નિત્યાનંદિતાએ કપાળમાં કેમ સિંદૂર લગાવ્યું તે સવાલ ઉભો થયો છે. ત્યારે કેટલાક એવા સવાલો પણ ઉભા થયા છે કે, શું દરેક યુવતીઓને નિત્યાનંદ કપાળમાં સિંદૂર લગાવે છે, શું વિધિના બહાને નિત્યાનંદ યુવતીઓને સિંદૂર લગાવડાવે છે?

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news