નિત્યાનંદ આશ્રમ વિવાદ: આજ સાંજ સુધી DPS દસ્તાવેજો રજૂ નહીં કરે તો DEO સ્કૂલને ફટકારાશે નોટિસ
અમદાવાદ (Ahmedabad) ના હાથીજણમાં આવેલ નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) ના વિવાદોના મૂળિયા સતત ઉંડા ઉતરતા જઈ રહ્યાં છે. આ વિવાદોમા ડીપીએસ સ્કૂલ (DPS)ની સાંઠગાંઠ હોવાનુ પણ સામે આવ્યું છે. નિત્યાનંદ આશ્રમમાં થતા ગોરખધંધાનું કનેક્શન DPS સ્કૂલ સાથે હોવાના પુરાવા મળી રહ્યાં છે. ત્યારે ડીપીએસ સ્કૂલનું નામ સામે આવતા શિક્ષણ વિભાગ પણ દોડતું થયું છે.
અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) ના હાથીજણમાં આવેલ નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) ના વિવાદોના મૂળિયા સતત ઉંડા ઉતરતા જઈ રહ્યાં છે. આ વિવાદોમા ડીપીએસ સ્કૂલ (DPS)ની સાંઠગાંઠ હોવાનુ પણ સામે આવ્યું છે. નિત્યાનંદ આશ્રમમાં થતા ગોરખધંધાનું કનેક્શન DPS સ્કૂલ સાથે હોવાના પુરાવા મળી રહ્યાં છે. ત્યારે ડીપીએસ સ્કૂલનું નામ સામે આવતા શિક્ષણ વિભાગ પણ દોડતું થયું છે.
આ CCTV ખોલેશે નિત્યાનંદ આશ્રમનું રહસ્ય: DPS સ્કૂલની બસ આશ્રમના બાળકોને ક્યાં લઈ જાય છે?
DEO કચેરીએ સ્કૂલ પાસેથી નક્શો માંગ્યો
ડીપીએસ સ્કૂલનો વિવાદ સામે આવતા જ DEO કચેરીના અધિકારીઓએ DPS સ્કૂલમાં ધામા નાંખ્યા છે. DEO કચેરીની તપાસમાં ખુલાસો થયો કે, આશ્રમને કેલોરેક્સ ગ્રુપે જગ્યા લીઝ પર આપી છે. હાલ DPS સ્કૂલ પાસેથી DEOના અધિકારીઓએ સ્થળનો નકશો માંગ્યો છે. ત્યારે તેને જોયા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરાશે. અને જો આજ સાંજ સુધીમાં તમામ દસ્તાવેજો સ્કૂલ દ્વારા રજૂ કરવામાં નહિ આવે તો DEO સ્કૂલને નોટિસ ફટકારવામાં આવશે. પ્લાન મુજબ, આશ્રમ શાળાનો જ ભાગ છે કે શાળાની બાજુમાં છે તે જોવા માટે નક્શો માંગવામાં આવ્યો છે. જો શાળાની ભૂલ જણાશે તો CBSEમાં પણ ફરિયાદ કરવામાં આવશે.
આશ્રમના 21 વિદ્યાર્થીઓ DPSમાં ભણે છે
ડીઈઓ કચેરીના અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું કે, આશ્રમના 24 વિદ્યાર્થીઓ DPS સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યાં હતા. જેમાંથી ત્રણ વિદ્યાર્થીઓએ એડમિશન કેન્સલ કરાવ્યુ હતુ. જેથી હાલમાં DPS સ્કૂલમાંઆશ્રમના 21 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
અડધી રાતે નશામાં ધૂત થઈ નાગપુરની મહિલાએ કર્યું ધતિંગ, અમદાવાદના ગર્લ્સ PGનો બનાવ
ડીપીએસના સંચાલક નિત્યાનંદના ભક્ત
ઉલ્લેખનીય છે કે, ડીપીએસ સ્કૂલના સ્વામી નિત્યાનંદ સાથેનું વધુ એક કનેક્શન સામે આવ્યું છે. મિસીંગ યુવતીના માતાપિતાએ એ પણ આક્ષેપ કર્યો છે કે, ડીપીએસના મુખ્ય સંચાલક મંજુલા શ્રોફ નિત્યાનંદના ભક્ત છે. તેમજ એપ્રિલ મહિનામાં ડીપીએસની બોપલ બ્રાન્ચમાં નિત્યાનંદ આશ્રમનો એક કાર્યક્રમ પણ આયોજિત કરવામા આવ્યો હતો.
દીવ ફરવા જનારા 1% પ્રવાસી પણ નથી જાણતા આ મહત્વની બાબત, ફેમસ જલંધર બીચ સાથે છે કનેક્શન
અગાઉ પણ વિવાદોમાં આવી હતી ડીપીએસ
હાલમા અમદાવાદના હીરાપુર ગામે આવેલા નિત્યાનંદ આશ્રમ અને ડીપીએસ શાળાને લઇને મોટો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ડીપીએસ સ્કૂલ આ પહેલા પણ વિવાદમાં આવી ચૂકી છે. વર્ષ 2017માં 8મી ફેબ્રુઆરીએ ઔડા એટલે કે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળે ખેતીની જમીન ઉપર કોઇપણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદે બાંધકામ કરવા બદલ ડીપીએસ શાળાની એડમિન ઓફિસ સીલ કરી હતી. હીરાપુર ગામે આવેલા સર્વે નંબર 46,47,48 અને 67,68 પર ડીપીએસ શાળા દ્વારા પાકાપાયે બાંધકામ કરવામાં આવ્યુ છે. વર્ષ 2017 માં ફેબ્રુઆરી આ જમીન ખેતીની જમીન હતી. જેના કર્મશિયલ ઉપયોગ અંગે કોઇજ મંજૂરી ડીપીએસ દ્વારા લેવામાં આવી ન હતી. ત્યારે હાલમાં પણ ડીપીએસ અને આશ્રમની જમીન મામલે જે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ઔડા અને કલેક્ટર ઓફીસમાંથી આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube