ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના લોકો રાહતનો શ્વાસ લઈ શકે તેવા સમાચાર લોકડાઉનમાં પહેલીવાર મળ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકની અંદર એક પણ કોરોના (Coronavirus) નો નવો પોઝિટિવ કેસ મળ્યો નથી.  આરોગ્ય સચિવ જયંતી રવિએ પ્રેસ સંબોધનમાં આ માહિતી આપી છે. ત્યારે છેલ્લા આંકડા મુજબ, ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 44 છે અને કુલ 3 મોત છે. 


ભાવનગરના 14 પોલીસકર્મી હોમ કોરોન્ટાઇનમાં, કોરોનાના મૃતકના સંપર્કમાં આવ્યા હતા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયંતી રવિએ આજે સવારે મીડિયા સંબોધનમાં આ માહિતી આપી હતી. જેટલું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખશો, તેટલો જ ચેપ ઓછો લાગશે. ત્યારે ગુજરાત માટે હાલ તો હાશકારો થાય તેવા આ સમાચાર છે. હાલ ગુજરાત સરકાર દ્વાર કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે શક્યત તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસમાં જ્યાં જ્યાં ટોળા ઉભરાય છે, તે સમસ્યા દૂર કરીને વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જેથી લોકો એકબીજાના સંપર્કમાં આવતા બચી શકે. ગુજરાતના કેટલાક શહેરોમાં શાક માર્કેટ અને કરિયાણા માર્કેટ બંધ કરાવીને તંત્ર દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવાની કામગીરી શરૂ કરી છે. 


રાજકોટના તબીબે સમાજ સામે વ્યથા ઠાલવી, કોરોનામાં મેડિકલ સ્ટાફને શંકાની નજરે ન જુઓ


ભાજપના હોદ્દેદારો એક દિવસનો પગાર આપશે
કોરોના સામેના જંગમાં પ્રદેશ ભાજપ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. કોરોના વાયરસ સામેની લડાઈમાં મુખ્યમંત્રી રાહતનિધિમાં એક મહિનાનો પગાર અપાશે. સરકારના બોર્ડ-નિગમના ચેરમેન, વાઇસ ચેરમેન પોતાનો એક મહિનાનો પગાર મદદ માટે આપશે. તેમજ તમામ મહાનગરપાલિકાના મેયર સહિતના કોર્પોરેટરો પણ પગાર આપશે. શિક્ષણ અને ટ્રાન્સપોર્ટ સમિતિના તમામ સભ્યો પણ એક મહિનાનો પગાર આપશે. 


વડોદરામાં તંત્રનો મોટો નિર્ણય, 14 ના બદલે 28 દિવસ હોમ કવોરન્ટાઈનમાં રહેવુ પડશે


લોકડાઉને કારણે કચરો ઓછો થયો
લોકડાઉનના લીધે અમદાવાદ શહેરમાં કચરાનું એકત્રીકરણ ઓછું થયું. સામાન્ય દિવસો કરતા અડધો કચરો જનરેટ થઈ રહ્યો છે. લોકોનો વપરાશ ઓછો થતા કચરાનું પ્રમાણ પણ ઓછું થયું છે. સામાન્ય દિવસોમાં 4000 થી 4200 ટન કચરો એકઠો થાય છે, જ્યારે કે, લોકડાઉનના કારણે 1200 ટન કચરો જ જનરેટ થઈ રહ્યો છે. ડમ્પિંગ સાઇટ પર બાયો માઇનિંગ કામગીરીમાં પણ ફાયદો થયો છે. આજ રાત સુધીમાં સમગ્ર શહેરમાં વ્યાપક સફાઈ કચરો લેવાતો ન હોવા મામલે પણ તંત્રએ વ્યવસ્થા કરી છે. વાનના ચાલકો વતન જતા રહેતા સ્થાનિક કર્મીઓ પાસે કરાવાશે તેવું એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર