સુરતના આ ગામમાં સાંસદ-ધારાસભ્યો પર લગાવાઈ પ્રવેશબંદી
સુરતના પુણા ગામ વિસ્તારમાં વિવિધ ચાર રસ્તા ઉપર પોસ્ટર લગાવાયા છે, જેમાં સાંસદ અને ધારાસભ્યને મતની ભીખ માગવા ગામમાં પ્રવેશ ન કરવા માટે જણાવાયું છે
તેજશ મોદી/સુરતઃ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે જ રાજકીય પક્ષોની સાથે-સાથે પ્રજા પણ લોકશાહીના આ મહાપર્વમાં જોડાવા માટે તૈયાર થઈ ગઈ છે. આજે ચોરે ને ચૌટે રાજકારણની જ ચર્ચા સાંભળવા મળતી હોય છે અને રાજકીય પોસ્ટરો જોવા મળતા હોય છે. જોકે, સુરત શહેરના પુણા ગામમાં કંઈક અનોખા પ્રકારના પોસ્ટર જોવા મળી રહ્યા છે, જેમાં સાંસદો-ધારાસભ્યો પર ગામમાં પ્રવેશબ પર પ્રતિબંધ ફરમાવાયો છે.
સુરત શહેરનો પુણા ગામ વિસ્તાર બારડોલી લોકસભા બેઠકમાં અને કામરેજ વિધાનસભા બેઠકમાં સમાવિષ્ઠ છે. ગામમાં ઠેર-ઠેર લગાવાયેલા પોસ્ટરોમાં સાંસદ-ધારાસભ્ય સામે પ્રવેશ પર પ્રતિબંધનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે.
પોસ્ટરમાં લખ્યું છે કે, "છેલ્લા પાંચ વર્ષથી ગાયબ રહેલા સાંસદ સભ્ય તેમ જ ધારાસભ્યએ મતની ભીખ માંગવા પુણા ગામમાં આવવું નહીં."
લોકસભા ચૂંટણી 2019: નાણાની હેરફેર પર રહેશે IT વિભાગની બાજ નજર
[[{"fid":"206511","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
આ સાથે જ તેમાં ચેતવણી પણ લખવામાં આવી છે કે, "આમ છતાં જો ગામમાં પ્રવેશ કરશો અને કોઈ ઘટના બનશે તો તેની સૂંપૂર્ણ જવાબદારી આપશ્રીની પોતાની રહેશે." પોસ્ટરમાં નીચે આ ચેતવણી આપનારા વ્યક્તિઓ તરીકે 'પુણાગામના રહીશો' લખવામાં આવ્યું છે.