Surat Latest News ચેતન પટેલ/સુરત : સુરતમાં નારી સંરક્ષણ ગૃહની યુવતીઓ સાથે લગ્ન કરવાની અરજીમાં વધારો થતાં બોર્ડ લગાવવાની નોબત આવી પડી છે. સુરતમાં નારી સંરક્ષણ ગૃહની કચેરીની બહાર પુછપરછ કરવી નહીં તેવું બોર્ડ લગાવવાની નોબત આવી છે. પોસ્ટ ગ્રેજ્યુએટથી લઇ બિઝનેસમેન સુધીના પુરુષોએ લગ્ન માટે નારી સુરક્ષા ગૃહમાં અરજી કર્યાનું કહેવાય છે. એટલુ જ નહિ, 60 વર્ષના વૃદ્ધોની પણ અરજી કર્યાનો દાવો કરાયો છે. સુરત નારીગૃહમાં 20 હજારથી વધુ લગ્નની અરજીઓ પેન્ડિંગ છે. યુવતીઓને લગ્ન માટે ફોન પર 50થી વધારે ઇન્ક્યારી આવતા નારી ગૃહના મેન ગેટ પર જ ‘લગ્ન માટે કોઈ બહેન નહીં હોવાથી પુછપરછ કરવી નહી’ ના પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જે હાલ ચર્ચામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં નારી સંરક્ષણ ગૃહની યુવતીઓ સાથે લગ્ન કરવાની અરજીમાં વધારો થયો છે. સુરતના નારી સંરક્ષણ ગૃહમાં યુવતીઓને લગ્નની અરજીઓ વધી રહી છે. જે બતાવે છે કે, સમાજમાં કન્યાઓની કેટલી અછત છે. પરણવા માટે પુરુષોની લાઈનો લાગી છે, પણ કન્યા નથી. હાલ સુરત નારી સંરક્ષણ ગૃહમાં પોસ્ટ ગ્રેજ્યુએટથી લઈ બિઝનેસમેન સુધીના પુરુષોએ કન્યા માટે લગ્નની અરજી કરી છે. એટલુ જ નહિ, 60 વર્ષના વૃદ્ધોએ પણ લગ્ન માટે અરજી કરી હોવાનો દાવો કરાયો છે. પરંતુ સામે પરણવા માટે કન્યા જ નથી.


ભયાનક મોટી આગાહી : ગાયબ થયેલા વરસાદ વચ્ચે ગુજરાત પર આવશે મોટુ સંકટ, તૈયાર રહેજો


સુરક્ષા ગૃહમાં લગ્ન માટે એટલી બધી અરજીઓ આવી છે, કે સુરતના નારી ગૃહમાં 20 હજારથી વધુ લગ્નની અરજી પેન્ડિંગ પડી છે. હવે તો અધિકારીઓને લગ્નની અરજીમાં વધારો થતાં બોર્ડ લગાવવાની નોબત આવી છે. તેથી જ સંરક્ષણ ગૃહની બહાર બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે કે, લગ્ન માટે કોઈ બહેન ન હોવાથી પૂછપરછ ન કરવી.


કચેરીની બહાર પૂછપરછ ન કરવી તેના બોર્ડ લગાવવા પડ્યા છે. આ ઉપરાંત ફોન પર 50થી વધારે ઈન્કવાયરી સતત આવી રહી છે. જેથી સત્તાધીશોને મેઈન ગેટ પર પોસ્ટર લગાવવું વધુ યોગ્ય લાગ્યું. 


UK સરકારે ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો મોટો ઝટકો, દેશમાં એન્ટ્રી પર મૂક્યો આ રીતે કાપ