UK સરકારે ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો મોટો ઝટકો, દેશમાં એન્ટ્રી પર મૂક્યો આ રીતે કાપ

Study Abroad : મે મહિનાથી સરકારે ડિપેન્ડન્ટ વિઝાની સંખ્યામાં મોટો કાપ મુકી દીધો છે જેના કારણે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને અસર થઈ છે

UK સરકારે ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો મોટો ઝટકો, દેશમાં એન્ટ્રી પર મૂક્યો આ રીતે કાપ

UK Visa : અમેરિકા, કેનેડા નહિ તો યુકે જવું છે. ગુજરાતીઓમાં આ ત્રણ દેશો હોટ ફેવરિટ છે. વિદેશ જવા માંગતા ગુજરાતીઓ માટે યુકે હવે પોપ્યુલર બની રહ્યું છે. પરંતુ શું તમને ખબર છે કે, યુકે સરકાર કંઈક મોટું પ્લાનિંગ કરી રહી છે. યુકે સરકારના આ નિર્ણયથી યુકે જવા વિદ્યાર્થીઓના સપના ચકનાચૂર થઈ જશે. જો તમે ડિપેન્ડન્ટ વિઝામાં યુકે જવા માંગતા હોવ તો આ જાણી લેજો. ડિપેન્ડન્ટ વિઝા તરીકે ઓળખાતી સ્કીમ વિદેશી વિદ્યાર્થીઓમાં ઘણી લોકપ્રિય હતી. પરંતું મે મહિનાથી યુકે સરકારે ડિપેન્ડન્ટ વિઝાની સંખ્યામાં મોટો કાપ મુકી દીધો છે. શુ છે યુકે સરકારનો આ નિર્ણય જાણી લો. 

UK Dependant Visa લેવામાં ભારતીયો, નાઈજિરિયનો આગળ રહ્યા છે. આવામાં ગુજરાતીઓ પણ યુકે સેટલ્ડ થવા તલપાપડ છે. ત્યારે આ વચ્ચે જો તમે યુકે જવાનો પ્લાન કરી રહ્યા હોય તો તમને મોટી અડચણનો સામનો કરવો પડી શકે છે. કારણ કે, હવે યુકેમાં નીતિ બદલાઈ રહી છે. મે મહિનાથી સરકારે ડિપેન્ડન્ટ વિઝાની સંખ્યામાં મોટો કાપ મુકી દીધો છે જેના કારણે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને અસર થઈ છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં UK Dependant Visa લેવામાં ભારતીયો આગળ રહ્યા છે. 2023માં ભારતીયોને 42,381 ડિપેન્ડન્ટ વિઝા મળ્યા હતા. પરંતુ યુકે સરકાર જો ડિપેન્ડન્ટ વિઝા પર કાપ મૂકે તો ભારતીય વિદ્યાર્થીઓને અસર પડી શકે છે. આ કારણે યુકેમાં ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. જો તમે પણ ડિપેન્ડન્ટ વિઝાથી યુકે જવા માંગો છો તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. 

આ સાથે યુકે સરકારે બીજો મોટો ઝટકો એ આપ્યો છે કે, યુકેએ માત્ર આશ્રિતો માટેના વિઝા એટલે કે ડિપેન્ડન્ટ માટેના વિઝાની સંખ્યા નથી ઘટાડી, હવે કોર્સ પૂરો કર્યા વગર પોતાના વિઝાને વર્ક વિઝામાં સ્વિચ પણ નહીં કરી શકે. તેને કારણે અન્ય દેશોમાંથી યુકેમાં આવતા વિદ્યાર્થીઓ અટવાઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news