Rajkot News : રાજકોટ અગ્નિકાંડમાં હવે ખો-ખોની રમત શરૂ થઈ છે. TRP ગેમઝોનમાં પેટ્રોલ-ડીઝલ મળવા મુદ્દે આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ થયા છે. પેટ્રોલ-ડીઝલ મળવા મુદ્દે પુરવઠા વિભાગે હાથ અધ્ધર કર્યા છે. તો કલેક્ટરે કહ્યું કે, પેટ્રોલ-ડીઝલ રાખવાનું લાયસન્સ આપવાની જવાબદારી અમારી નથી. પેટ્રોલિયમ એક્ટ પ્રમાણે પોલીસ કમિશનરની જવાબદારી બને. આમ, તંત્ર પેટ્રોલ-ડીઝલ અંગે એકબીજાને ખો આપી રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે, આખરે 27 લોકોને આગમાં ભડથુ કરનાર ગેમઝોનમાં કોઈ જવાબદારી નહિ લે.


  • રાજકોટ આગકાંડમાં તંત્ર કેમ રમી રહ્યું છે ખો-ખોની રમત?

  • બેદરકારીની જવાબદારીમાંથી કેમ છટકવા માગે છે અધિકારીઓ?

  • TRP ગેમઝોનમાં ક્યાંથી આવ્યો પેટ્રોલ-ડીઝલનો જથ્થો?

  • કોની રહેમનજર હેઠળ પહોંચી રહ્યું હતુ પેટ્રોલ-ડીઝલ?

  • હવે જવાબદારી લેવાની આવી તો કેમ ભાગી રહ્યા છે અધિકારી?

  • ક્યાં સુધી પહોંચી પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગેની તપાસ?

  • પેટ્રોલ-ડીઝલ રાખવા માટે સંચાલકોએ કોની લીધી હતી પરવાનગી?

  • પેટ્રોલ-ડીઝલ ક્યાંથી આવ્યું તેની હજુ પણ કેમ નથી ખબર?

  • આટલા દિવસની તપાસ બાદ પણ કેમ સામે નથી આવતું સત્ય?

  • ક્યા ભ્રષ્ટ અધિકારીઓ ગેમઝોનના સંચાલકને છાવરવા માંગે છે? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલેક્ટરે પોલીસ કમિશનર પર જવાબદારી ઢોળીં દીધી 
રાજકોટના આગકાંડમાં 27-27 જીંદગીઓ જીવતી સળગી ગઈ છે. આટલા મોટા આગકાંડમાં તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની જરૂર હતી. પરંતુ SIT તપાસ કરવા માટે વધુને વધુ સમયની માગ કરી રહ્યુ છે. તો બીજી તરફ રાજકોટના અધિકારીઓ અને પદાધિકારોએ આગકાંડમાંથી બચવા માટે ખો-ખોની રમત શરૂ કરી છે. જી હાં, આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે જ્યાં આગકાંડ થયો તેવા TRP ગેમઝોનમાં મોટા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો મળવા મુદ્દે આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ થઈ ગયા છે. રાજકોટ જિલ્લાના કલેક્ટર પ્રભવ જોશીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે શહેરમાં લાગૂ પડતાં પેટ્રોલિયમ એક્ટ પ્રમાણે CPની જવાબદારી બને છે. TRP ગેમઝોન શહેરી વિસ્તારમાં આવે છે, અને TRP ગેમઝોનમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો રાખવાનું લાયસન્સ આપવાની જવાબદારી પોલીસ કમિશનરની હોય છે. એટલે કે આટલા ગંભીર ગુનામાં TRP ગેમઝોનમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગેની જવાબદારી લેવાનો આખો આરોપ રાજકોટ જિલ્લાના કલેક્ટર પ્રભવ જોશીએ પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ ઉપર ઢોળી દીધો છે. 


ગુજરાતની આ 23 જગ્યાઓ પર ભૂલથી પણ ન્હાવા ન જતા, મૂકાયો છે પ્રતિબંધ


આવી રહી છે મેઘસવારી! ગુજરાતમાં આજથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી


રાજકોટ આગકાંડ તપાસમાં ભાજપના કોર્પોરેટરને તેડું 
રાજકોટ આગકાંડમાં ભાજપનો કોર્પોરેટર નીતિન રામાણીએ પૈસા લીધા હોવાનું આરોપી યુવરાજસિંહે કહ્યું છે. ત્યારે હવે આ સમગ્ર કેસમાં નીતિન રામાણીને પૂછપરછ માટે SIT બોલાવી શકે છે. નીતિન રામાણી વોર્ડ નંબર 13ના કોર્પોરેટર છે. ગેમઝોનના બાંધકામને કાયદેસર કરવાની ભલામણ મુદ્દે રામાણીની પૂછપરછ થશે. ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા માટે તેણે ભલામણ કરી હતી. ગઈકાલે ખુદ નીતિન રામાણીએ આ અંગે કબૂલાત કરી હતી. એક-બે દિવસમાં SIT પૂછપરછ માટે બોલાવી શકે છે. 


કોંગ્રેસ 72 કલાકના ધરણા અને ઉપવાસ કરશે 
રાજકોટના આગકાંડની તપાસમાં લોલંલોલ શરૂ થતાં હવે કોંગ્રેસ નેતાઓ મેદાને આવ્યા છે. રાજકોટના આગકાંડમાં કોંગ્રેસ આજે ધરણાં પ્રદર્શન કરશે. ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસ નેતાઓ 72 કલાકના ધરણાં અને ઉપવાસ કરશે. પીડિત પરિવારો સાથે જીગ્નેશ મેવાણી ધરણાં પર બેસશે. લાલજીભાઈ દેસાઈ સહિત કોંગ્રેસ નેતાઓ પણ ઉપવાસ કરશે. અલગ અલગ 8 સવાલોના જવાબની માંગ કોંગ્રેસ કરશે. 


જેલમાંથી બહાર આવવા તથ્ય પટેલના ધમપછાડા, હવે આ બીમારીનું બહાનું કાઢ્યુ