હવે નો-પાર્કિંગમાં વાહન મૂક્યું તો 1 હજારનો દંડ, આજથી SMSથી ઈ-ચલણ શરૂ
વાહનચાલક 90 દિવસમાં રકમ નહીં ભરે તો કોર્ટ કેસ થશે. ટ્રાફિક નિયમ ભંગના દર વર્ષે 7 લાખ ઈ-ચલણ ઈશ્યૂ થાય છે, પણ માંડ 1 લાખ જ ભરાય છે. આજથી ઈ-ચલણ મોબાઈલ એપ્લિકેશન અમલમાં આવશે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદ શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે. ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે શહેરમાં જરૂર જણાય ત્યાં ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવામાં આવ્યાં છે. હજુ પણ કેટલાંક સ્થળે કામ ચાલુ છે અથવા કેટલાંક સ્થળોને નવા પ્રોજેક્ટમાં આવરી લેવાયા છે. જોકે, આ ઉપરાંત પણ ટ્રાફિક નિયમન માટે પોલીસ તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જે અંતર્ગત આજથી ટ્રાફિક નિયમન માટે ઈ-ચલણ મોબાઈલ એપ્લિકેશન અમલમાં આવશે. હવે SMSથી ઈ-ચલણ આપવામાં આવશે. જો હવેથી નો-પાર્કિંગમાં વાહન મૂક્યું તો 1 હજારનો મેમો આવશે, નહીં ભરનાર સામે પગલાં લેવાશે. વાહનચાલક 90 દિવસમાં રકમ નહીં ભરે તો આવા મામલામાં કોર્ટ કેસ દાખલ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છેકે, અમદાવાદ શહેરમાં દર વર્ષે સરેરાશ 7 લાખ વાહનચાલકોને ટ્રાફિક નિયમના ભંગ બદલ ઈ ચલણ આપવામાં આવે છે. જેમાંથી માત્ર 1 લાખ લોકો જ દંડની રકમ ભરે છે. જેથી વાહનચાલકો તાત્કાલિક દંડ ભરે તે હેતુથી બુધવારથી અમદાવાદમાં ઈ-ચલણ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરાઈ છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંધંન કરનારને મેસેજથી ઈ -ચલણ આવશે. જે દંડ સ્પોટ પર તથા ઓનલાઈન ભરી શકાશે. દંડ નહીં ભરનાર સામે પોલીસ 90 દિવસમાં કોર્ટ કેસ કરશે. વાહનચાલક નો-પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરશે તો તેની પાસેથી 3.500 દંડ લેવામાં આવે છે, જ્યારે બીજી વખત નો-મ્પાર્કિંગ ઝોનમાંથી પકડાશે તો આ એપ્લિકેશનની મદદથી રૂ.1 હજારના દંડનું ઈ- ચલણ મોકલારો.
અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં વન નેશન વન ચલણના ભાગરૂપે ઈ-ચલાન મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ અધિકારી, કર્મચારીઓ સ્થળ પર જ ઈ-ચલાન મોબાઈલ એપ્લિકેશનથી નિયમોનું ઉલ્લંઘન કરનારાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઈ- ચલણ એસએમએસથી મોકલશે. વાહનચાલક સ્થળ પર જ રોકડ ચૂકવી શકે અથવા તો ઓનલાઈન https:///echallan.parivahan gov.in/ પર પણ કરી શકશે.
ટ્રાફિક નિયમ ભંગના દર વર્ષે7 લાખ ઈ-ચલણ થાય છે પણ માંડ 1 લાખ જ ભરાય છે:
શહેરમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ એક વર્ષમાં 6.78 લાખ વાહનચાલકોને રૂ. 52.06 કરોડના ઈમેમો ઈશ્યૂ કરવામાં આવ્યા હતા, જે પૈકી માત્ર 99 હજાર વાહન ચાલકોએ 6.98 કરોડનો દંડ ભર્યો હતો, જ્યારે 5.97 લાખ વાહનચાલકોએ રૂ.45.08 કરોડનો દંડ ભર્યો ન હતો. દંડ ભરવા માટે લોકઅદાલતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે લોક અદાવતમાં અંદાજે 40 લાખ જ દંડ ભરાયો હતો. દર વર્ષે શહેરમાં 7 લાખ વાહનચાલકોને ઈ-ચલણ અપાય છે જેમાંથી માત્ર 1 લાખ લોકો જ દંડની રકમ ભરતા હોય છે.
દંડ ચૂકવવા માટે વાહન ચાલકોને 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે. વાહનચાલક 90 દિવસમાં દંડ નહીં ભરે તો વર્ચ્યુઅલ કોર્ટમાં ચલણ જશે. અને જો વર્ચ્યુઅલ કોર્ટમાં ચલણ ગયાના 45 દિવસ સુધી દંડ ભરવામાં નહીં આવે તો બાદમાં તે ચલણ ફિઝિકલ કોર્ટમાં ટ્રાન્સફર થશે અને બાદમાં કોર્ટ દ્વારા સમન્સ કાઢી જે-તે શકશે અને સજા કરશે.
આ એપ્લિકેશનની ખાસિયત એ છે કે. તેમાં ચલણ જનરેટ થતાંની સાથે જ આરટીઓમાં તે જોઈ શકાશે અને તેથી વાહનચાલક ચલણ ભર્યા વિના વાહન વેંચી કે ટ્રાન્સફર નહીં કરી શકે. પોલીસે હવેથી વાહન ચાલકોનો ટ્રાફિકના નિયમો પાળવા અપીલ કરી છે. ટ્રાફિક ડીસીપી સફીન હસને જણાવ્યું કે, આ એપ્લિકેશનની મદદથી નવે ઘર્ષણના બનાવો ઓછા થશે. આ એપ્લિકેશનની મદદથી જો કોઈ શહેર કે રાજ્ય બહારથી વાહન લઈને આવશે અને ટ્રાફિક નિયમનો ભંગ કરશે, તો તેના રજિસ્ટર નંબર પર તો એસએમએસ થશે. સાથે સાથે જ એ આરટીઓ લાગતું હશે તે આરટીઓમાં પણ આ બાબતે જાણ કરવામાં આવશે કે, આ વાહનચાલકે, આ જગ્યાએ ટ્રાફિક નિયમના ભંગ કર્યો છે.