રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં કોરોના બેકાબૂ બન્યો છે. કોરોના દર્દીઓ માટે 34 હોસ્પિટલોમાં એક પણ બેડ ખાલી નથી. સરકારી, ખાનગી, અને ટ્રસ્ટની મળીને 44 થી વધુ હોસ્પિટલોમાં હજારો દર્દીઓ સારવાર હેઠળ છે. વડોદરામાં રોજ 75 થી વધુ કોરોનાના નવા કેસ આવી રહ્યા છે. કોરોનાના અત્યાર સુધી જિલ્લામાં 3296 કેસ છે. તો હોસ્પિટલોમાં કુલ 4966 બેડમાંથી માત્ર 2172 બેડ જ ખાલી છે. 


ઉઘડતા પ્રભાતે હરિભક્તો માટે શોકમગ્ન સમાચાર, મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના પૂ.પુરુષોત્તમદાસ સ્વામીનું નિધન


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં કોરોનાના દર્દીઓને જુદી જુદી 44 હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરાયા છે. સરકારી, ખાનગી અને ટ્ર્સ્ટની મળીને કુલ 44 હોસ્પિટલોમાં સારવાર ચાલુ છે. પરંતુ ચોંકાવનારી વિગત એ છે કે, 34 હોસ્પિટલોમાં હવે દર્દીઓ માટે જગ્યા જ રહી નથી. આ હોસ્પિટલોમાં લગભગ 1181 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. હોસ્પિટલના બેડને ચાર અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં કોવિડ 19 બેડ, આઈસીયુ બેડ, ઓક્સિજન સપ્લાય બેડ અને માઈલ્ડ સિમ્પ્ટોમેટિક બેડ એમ ચાર કેટેગરી છે. છેલ્લાં કેટલાક દિવસોથી વડોદરામાં રોજ 70 જેટલા નવા કોરોનાના દર્દી ઉમેરાઈ રહ્યાં છે. આવામાં હવે બેડ જલ્દીથી જ ખૂટી રહ્યાં છે. 


PPE કીટ પહેરીને પૂ.પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીના અંતિમ સંસ્કાર કરાયા 


કઈ કઈ હોસ્પિટલમાં દર્દીઓ હાઉસફુલ
બેન્કર્સ, નરહરી, શ્રીજી હોસ્પિટલ, મંગલમ હોસ્પિટલ, સવિલા હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, સ્પંદન, રિધમ હાર્ટ, શનસાઈન ગ્લોબલ, બેન્કર્સ હાર્ટ, પ્રાણાયામ હોસ્પિટલ, સુકન મલ્ટિસ્પેશિયાલિટી, કાશીબા હોસ્પિટલ, સંગમ હોસ્પિટલ, સુમનદીપ હોસ્પિટલ, મુસ્લિમ મેડિકલ સેન્ટર, ગોત્રી GMERS, ESIC હોસ્પિટલ, ધીરજ હોસ્પિટલ, બાપ્સ હોસ્પિટલ


વડોદરા શહેરમાં દિવસેને દિવસે કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છે. કોરોનાના કેસની સાથે સાથે મૃત્યુની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. વડોદરામાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે વધુ 6 દર્દીના મોત થયા છે. સરકારી આંકડા મુજબ, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો કુલ આંક 3296 ઉપર પહોંચી ગયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 2433 દર્દી રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ 803 એક્ટિવ કેસ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર