ડાંગરના રોપણીની તૈયારી છે અને મકાઈનો પાક તૈયાર છે, પણ પંચમહાલના ખેડૂતોને પાણી નથી મળ્યું
છેલ્લા ઘણા સમયથી પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ નહીવત જેવો વરસ્યો છે. જેને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ખાસ કરીને પંચમહાલ અને દાહોદ જિલ્લાની સરહદો વચ્ચે આવેલા મોરવા તાલુકા વંદેલી, મેથાન અને આસપાસના અનેક ખેડૂતોની હાલત કફોડી બની છે. આ વિસ્તારની 500 હેકટરથી વધુ જમીન પર દાહોદ જિલ્લાના કબૂતરી ડેમમાંથી કેનાલ મારફત સિંચાઈનું પાણી આપવામાં આવતું હતું. પરંતુ હવે આ વિસ્તારમાં ડાંગરની રોપણી કરવાની તૈયારી છે અને મકાઈનો પાક પણ તૈયાર થવાને આરે છે. ત્યારે પાણીના અભાવે આ બંને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે.
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :છેલ્લા ઘણા સમયથી પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ નહીવત જેવો વરસ્યો છે. જેને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ખાસ કરીને પંચમહાલ અને દાહોદ જિલ્લાની સરહદો વચ્ચે આવેલા મોરવા તાલુકા વંદેલી, મેથાન અને આસપાસના અનેક ખેડૂતોની હાલત કફોડી બની છે. આ વિસ્તારની 500 હેકટરથી વધુ જમીન પર દાહોદ જિલ્લાના કબૂતરી ડેમમાંથી કેનાલ મારફત સિંચાઈનું પાણી આપવામાં આવતું હતું. પરંતુ હવે આ વિસ્તારમાં ડાંગરની રોપણી કરવાની તૈયારી છે અને મકાઈનો પાક પણ તૈયાર થવાને આરે છે. ત્યારે પાણીના અભાવે આ બંને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે.
અમદાવાદનો દિલધડક કિસ્સો, મોટી ઉંમરે સંતાન થતા લોકો શું બોલશે એ બીકે દંપતી બાળકીને હોસ્પિટલમાં મૂકીને ફરાર થયું
પંચમહાલ અને દાહોદ જિલ્લાના છેવાડે આવેલા મોરવા હડફ તાલુકાના વંદેલી, મેથાણ અને ધામણી વિસ્તારમાં કબૂતરી જળાશય આધારિત સિંચાઈ કેનાલ આવેલી છે. આ વિસ્તારમાં આવેલી અંદાજિત 500 હેકટર જમીનમાં ચોમાસાની ખેતી આધારિત ખેતી માટે ડાંગર અને મકાઈના પાકનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે વરસાદે વિરામ લેતાં હાલ ડાંગરનો તૈયાર કરેલો ધરું નષ્ટ થવાના આરે છે. તો સાથે જ મકાઈનો તૈયાર થયેલ પાક પાણી વિના નિષ્ફળ જવાની ભીતિ છે.
યોગ્ય વરસાદના અભાવે ક્યારડાની ડાંગરની રોપણી થઈ શકી નથી. બીજી તરફ ઉપરોક્ત ત્રણ ગામોમાંથી કબૂતરી જળાશય યોજના અંતર્ગત સિંચાઈ કેનાલની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ હાલ કેનાલમાં સિંચાઈ પાણી બંધ છે. બીજી તરફ ખેડૂતોને ડાંગર રોપણી માટે પાણીની અત્યંત જરૂરિયાત છે, પરંતુ કેનાલમાં પાણી આપવામાં આવી રહ્યું નથી. પાક બચાવવા માટે કેનાલ મારફતે ખેડૂતો સિંચાઈ પાણી આપવા માંગ કરી રહ્યા છે. જે અંગે તાલુકા સદસ્ય પ્રભાતભાઈ ભેદી અને ખેડૂતોએ ડેમ ખાતે જઈ સિંચાઈ પાણી આપવાની માંગણી માટે ડેમના સત્તાધીશોનો સંપર્ક કરવા પ્રયત્ન કરી જાણ કરી હતી. પરંતુ યોગ્ય જવાબ ન મળતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર