Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : ગુજરાતના અનેક ગામડાઓ પાણી માટે વલખા મારી રહ્યાં છે. અહી ઉનાળાનાં હાલત ખરાબ થઈ જાય છે. ત્યારે કચ્છના લખપત તાલુકામાં ભર ઉનાળે પાણીનો પોકાર ઉઠ્યો છે. લખવતાના ભેખડા ગામમાં ગામલોકો પાસે પીવા માટે એક ટીપું પણ પાણી નથી બચ્યું. ગામના એક વ્યક્તિની દફનિવિધિ માટે પણ ફાયર બ્રિગેડે પાણી પહોંચ્યું હતું. ટેન્કરના બદલે ફાયર બ્રિગેડ દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભેખડા ગામમાં એક નાગરીકનું અવસાન થતાં તેના દફનવિધિ માટે પાણીની જરૂર પડી હતી. પાણી પુરવઠા તંત્ર તેમજ જીએમડીસીને જાણ કરી પણ તેમની પાસે ટેન્કર ન હતાં, જેથી પાન્ધ્રો વીજ મથકના અધિકારીને જાણ કરતાં ટેન્કરના બદલે અગ્નિશમન દળનું વાહન મોકલાવ્યું હતું, ને ગામના લોકોએ ફાયરબ્રિગેડના આ વાહનમાંથી પાણી ભર્યું હતું. 


લાડકવાયા પોટલામાં પાછા આવ્યા : 20 મૃતદેહની ઓળખ થઈ, જાણો કોણ થયા હતા જીવતા ભડથું


તાલુકામાં ઉનાળાની ગરમી તેમજ પશુધનની મોટી સંખ્યા હોવાના કારણે પાણીની જરૂરીયાત વધી છે. પરંતુ અનિયમિત અને ઓછું પાણી મળતાં ગામડાઓ લોકોને રોજ હાલાકી પડે છે. 


મારી નાંખ્યા! મે કરતા તો જુનની આગાહી ખતરનાક છે, હીટવેવનો બીજો રાઉન્ડ આવશે