લાડકવાયા પોટલામાં પાછા આવ્યા : 20 મૃતદેહની ઓળખ થઈ, જાણો કોણ થયા હતા જીવતા ભડથું

Rajkot fire latest update : રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગનો મામલો, અત્યાર સુધીમાં 20 લોકોના DNA મેચ થયા, DNA મેચ કરી મૃતદેહો સોંપવામાં આવ્યા, મૃતદેહો ઓળખાય તેવા ન હોવાથી DNA મેચ કરાયા, હજુ અનેક મૃતદેહોની ઓળખ કરવાની બાકી
 

લાડકવાયા પોટલામાં પાછા આવ્યા : 20 મૃતદેહની ઓળખ થઈ, જાણો કોણ થયા હતા જીવતા ભડથું

rajkot game zone fire : રાજકોટ ગેમ ઝોનની એ ગોઝારી દુર્ઘટનાને કોણ ભૂલી શકે?, કારણ કે જે નરાધમોને કારણે નિર્દોષોને મોત મળ્યું તે મૃતદેહ પણ ઓળખી શકાય તેવા નથી. 28 લોકોને જીવતા ભૂંજાવી દેનારી આ દુઃખદ ઘટના ગુજરાતમાં કાળી ટીલ્લી સમાન છે. શું વિત્યું હશે એ પરિવાર પર જેણે પોતાનો લાડકવાયો ગુમાવ્યો હશે, શું વિત્યું હશે જેણે પોતાના મોભી ગુમાવ્યા હશે?, રાજકોટની હ્રદય કંપાવી દે તેવી આ ઘટનામાં અત્યાર સુધી 20 મૃતદેહ DNA મેચ કરીને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. જુઓ પરિવારજનોના હૈયફાટ રુદનનો આ ખાસ અહેવાલ

હે પ્રભુ, એવા તો શું ગુના કર્યા હતા અમે કે અમને જીવતા ભૂંજાવી દીધા. એવો તો શું હતો વાંક અમારો કે મોત પછી પણ અમારી ઓળખ ન થઈ શકી?, કાળજુ કંપી ઉઠે છે, આંસુ રોકાતા નથી, મન માનવા તૈયાર નથી કે જેના માટે અનેક સપના જોયા હતા, જે અમારા ઘરના કૂળદીપક હતો, અમારા ઘરનું ઘરેણું હતો તે આજે અમારી વચ્ચે નથી. ભગવાન મોત પણ તે કેવું આપ્યું?, પરિવારજનો પણ છેલ્લીવાર મોઢું ન જોઈ શક્યા. પોતાના લાડકા કે લાડકીને ઓળખી ન શક્યા. ભગવાન આટલી કરુણ વેદના કોઈને ન આપતા. કારણ કે એ વેદનાની ખબર એને પડે છે જેણે પોતાના ગુમાવ્યા હોય.

હ્રદય કંપી ઉઠે તેવા હૈયાફાય રુદનના આ દ્રશ્યો કોઈને પણ રડાવી શકે તેવા છે. રાજકોટ ગેમઝાનમાં લાગેલી એ વિકરાળ આગ જીજ્ઞેશ ગઢવીને ભરખી ગઈ. બે દિવસ પછી જ્યારે મૃતદેહ મળ્યો, તે પણ DNA મેચ કરીને કારણ કે પરિવારજનો પણ પોતાના લાડકવાયાને ઓળખી શકે તેવી સ્થિતિ ન હતી .જીજ્ઞેશને જ્યારે અંતિમવિદાય આપવામાં આવી ત્યારે પરિવારજનો કરુણ વિલાપ કરી રહ્યા હતા. મા, બહેન, ભાઈ, પિતા અને પરિવારજનોના આંખમાં આંસુની જે ધાર હતી તે કોઈનું પણ કાળજુ કંપાવી દે તેવી હતી

એ બાપ માટે તેનો પુત્ર જ આધાર હોય છે, પરંતુ એ આધાર જ છીનવાઈ જાય તો?. શું વિતે જ્યારે પુત્રની અર્થી પિતાએ ઉપાડવી પડે ત્યારે?. ગેમઝોનમાં આનંદ કિલ્લોલ કરવા ગયેલો સ્મીત વાળા પરિવારને એવો ગમ આપીને ગયો છે જે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. રાજકોટના ઉપલેટાના  ધોબી સમાજનો સ્મીત સળગીને રાખ થઈ ગયો. પરંતુ હજુ પણ આ સમાજના 4 લોકો હજુ લાપતા છે. સ્મીતના મૃતદેહની ઓળખ જ્યારે DNA કરીને કરવામાં આવી તો પિતા પર જ્યારે આભ તુટી પડ્યું. બીમાર પિતાનો એક માત્ર આધાર તેમનો લાડકો સ્મીત હતો. જેના નામમાં હાસ્ય હતું તે સ્મીત પિતાને ચોધાર આંસુએ રડાવી ગયો છે. આખો પરિવાર ભાંગી પડ્યો છે. 

પિતા બાદ દીકરો પણ સ્વર્ગે સિધાવ્યો
પરાપીપળિયા ગામના જયંત ધોરેયા પણ પરિવારને રડતા મુકી હંમેશા માટે દુનિયા છોડીને જતો રહ્યો છે. પરિવારજનોએ જ્યારે જયંતની અંતિમવિધિ કરી ત્યારે ભારે આક્રંદ કર્યું હતું. આંખમાં ચોધાર આંસુ સાથે જ્યારે જયંતને પરિવારજનોએ વિદાય આપી ત્યારે કોઈ પણ કઠણ દીલનો વ્યક્તિ પણ પીગળી જાય તેવા કરુણ દ્રશ્યો હતા. કારણ કે થોડા સમય પહેલા જ સ્મીતના પિતા અનિલભાઈનું નિધન થયું હતું અને હવે પુત્ર પણ સ્વર્ગમાં સધાવી ગયો. કેટલી વેદના હશે આ પરિવારની?.

ગેમિંગ ઝોનની હચમચાવી દેનારી આ ઘટનામાં અત્યાર સુધી 17 મૃતદેહની ઓળખ થઈ શકી છે. આ ગોઝારી ઘટનામાં કુલ 28 લોકો મોતને ભેટ્યા છે....જેની ઓળખ થઈ છે તેના નામ  છે, સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા, સ્મિત મનીષભાઈ વાળા, સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા, જીગ્નેશ કાળુભાઇ ગઢવી, ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ જશુભા જાડેજા, આશાબેન ચંદુભાઈ કાથડ, સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા, જયંત અનીલભાઈ ઘોરેચા, હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર, હરિતાબેન રતિલાલ સાવલિયા, ખ્યાતિબેન રતિલાલ સાવલિયા, દેવાંશીબા હિતેન્દ્રસિંહ જાડેજા અને રાજભા પ્રદીપસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. 

કયા મૃતદેહની થઈ ઓળખ? 
1. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા
2. સ્મિત મનીષભાઈ વાળા
3. સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા
4. જીગ્નેશ કાળુભાઇ ગઢવી
5. ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ
6. વિશ્વરાજસિંહ જશુભા જાડેજા
7. આશાબેન ચંદુભાઈ કાથડ
8. સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા
9. નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા
10. જયંત અનીલભાઈ ઘોરેચા
11. હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર
12. હરિતાબેન રતિલાલ સાવલીયા
13. ખ્યાતિબેન રતિલાલ સાવલીયા
14. દેવાંશીબા હિતેન્દ્રસિંહ જાડેજા
15. રાજભા પ્રદિપસિંહ ચૌહાણ
16. શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા
17. નિરવ રસિકભાઈ વેકરીયા
18. વિવેક અશોકભાઈ દુસારા

ગેમઝોનના સંચાલકો મોતના આ હત્યારા સામે કાયદાનો સકંજો કસાયો છે. પરંતુ કાયદાની આંટીઘૂટી અને પૈસાના જોરે હત્યારા છૂટી પણ જશે. અને સૌથી મોટી વાત આ ગોઝારી ઘટનાને પણ ગુજરાત થોડા સમય પછી ભૂલી જશે...પરંતુ જેણે પોતાના સ્વજન ગુમાવ્યા છે તેઓ ક્યારેય નહીં ભૂલે. સરકાર અને કોર્ટ જે પણ સજા આપે પરંતુ મોતનો તાંડવ મચાવનારા આ નરાધમોને ભગવાન ક્યારેય માફ નહીં કરે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news