Jantri Rates Gujarat : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વિભાગ ખાતે એક “ફીડબેક સેન્ટર”નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફીડબેક સેન્ટરનો તાજેતરમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફીડબેક સેન્ટર અંગે પ્રેસ-મીડિયાને વિગતો આપતા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ દ્વારા iORA ના માધ્યમથી મહેસૂલી સેવાનો લાભ મેળવેલ નાગરિકો પાસેથી તેમનો પ્રતિભાવ મેળવવા માટે મહેસૂલ વિભાગ ખાતે આ ફીડબેક સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.   


આ ફીડબેક સેન્ટર ખાતે નિયુક્ત કરાયેલા મહેસૂલમિત્ર દ્વારા હાલ iORA પોર્ટલ પરથી અરજી કરવામાં આવેલ અને જેનો નિકાલ થયેલ હોય તેવી બિન-ખેતીની અરજી, હયાતિમાં હક્ક દાખલ કરવાની અરજી, વારસાઇની અરજી અને ખેડૂત પ્રમાણપત્રની અરજી સહિતની કુલ ૩૬ સેવાઓ મેળવવા બાબતે નાગરિકોનો પ્રતિભાવ મેળવવામાં આવી રહ્યો છે. સાથે જ, iORA પોર્ટલ ઉપર અરજી કરતાં સમયે અરજદારોને પડેલ મુશ્કેલીઓનું નિરાકરણ થાય તે માટે સાચા અર્થમાં આ સેવાઓમાં સુધારો કરવાનો પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. 


અમદાવાદ છે આફ્રિકા! નજીવી બાબતે કારચાલકે વિદ્યાર્થીની કરી હત્યા, હત્યારો ન પકડાયો


બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી મુદ્દે મોટું નિવેદન
આ દરમિયાન મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી મુદ્દે મોટું નિવેદન આપતા કહ્યું કે બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી મુદ્દે કમિટી બની છે અને આ કમિટી રાજ્ય સરકારને પોતાના પ્રતિભાવ આપશે બાદમાં સરકાર આ મામલે આગળ વધી શકે છે. 


નવી જંત્રીનો મુદ્દો સરકાર સ્તરે હાલમાં વિચારણા હેઠળ
આ દરમિયાન રાજ્યમાં નવી જંત્રીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ મુદ્દે ડો. જયંતી રવિએ કહ્યું કે સરકાર સ્તરે આ મુદ્દો આખરી વિચારણા હેઠળ છે, નિયમ અમલ પહેલાં લોકોના પ્રતિભાવો માટે મૂકાશે અને લેન્ડ ગ્રેબિંગ બાબતે પણ કલેક્ટર સાથે તબક્કાવાર સમિક્ષા કરવામાં આવશે. સરકારી જમીન પર દબાણ દૂર કરવા સૂચનાઓ આપવામાં આવી છે અને ખાનગી જમીન પર દબાણ બાબતે પણ સૂચનાઓ અપાઈ છે. સેટેલાઈટના પ્રયોગથી સરકારી જમીન પર દબાણ શોધાશે. આ કમિટી સરકારને પોતાના પ્રતિભાવ આપશે, ત્યારબાદ રાજ્ય સરકાર તબક્કાવાર પોતાનો નિર્ણય કરશે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, iORA પોર્ટલ મારફતે મળેલી અરજીઓ અન્વયે નાગરિકોના નિયમિત પ્રતિભાવ મેળવ્યા બાદ મળેલ પ્રતિભાવના વિશ્લેષણ થકી, સેવાઓને વધુ અસરકારક અને પારદર્શી બનાવવામાં આવશે. આવશ્યક જણાય ત્યાં સેવાઓનું સરળીકરણ કરી નાગરીકોને ત્વરિત સેવાઓનો લાભ મળી રહે તે દિશામાં આગળ વધવામાં આવશે. સેવાઓમાં પારદર્શકતા લાવવામાં આવશે અને નાગરીક સાથે સંવાદ કરી મહેસૂલી પ્રશ્નોની ઓળખ કરીને તેનો હકારાત્મક નિકાલ લાવવા માટેના પણ પ્રયત્નો આ ફીડબેક સેન્ટરના માધ્યમથી કરવામાં આવશે.


મહેસૂલી સેવાઓ મેળવવા બાબતે પ્રાપ્ત થયેલા નિયમિત પ્રતિસાદથી છેવાડાના નાગરિકની વ્યથાને સમજીને તેના નિરાકરણરુપે એક પારદર્શક અને ઉત્તરદાયી સરકારના ઘડતર માટે આ સેવાઓ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે, તેમ ડૉ. જયંતી રવિએ ઉમેર્યું હતું.


ગુજરાતના આ શહેર પર પડી સરકારની નજર, એવી કાયાપલટ થશે કે પ્રવાસીઓ દોડતા આવશે