ઉત્તર ગુજરાતના 25 ગામોને જોડતા રોડ પર વરસાદી પાણી ભરાયા, હજારો લોકો અટવાયા
Rain Alert : પાલનપુરથી મલાણા ગામને જોડતા અને 25 ગામો તરફ જતા માર્ગ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા, પાણી ભરાતા લોકોની ગાડીઓ બંધ પડી
Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લાના અનેક પંથકોમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો,જોકે પાલનપુર પંથકમાં પડેલા વરસાદને લઈને પાલનપુરથી મલાણા ગામમેં જોડતા 25 ગામો તરફ જતો મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે. રોડ ઉપર ભરેલ પાણીમાંથી પસાર થતા બાઇક,એક્ટિવા સહિતના અનેક નાના વાહનો બંધ પડી રહ્યા છે તો અનેક નાના વાહન ચાલકો રોડ ઉપર ભરેલ પાણીને જોઈને પરત ફરી રહ્યા છે. તો મોટા વાહનો પણ મહામુસીબતે પાણી માંથી નીકળી રહ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા રોડ અઘ્ધર લેવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યા બાદ જિલ્લાના અનેક પંથકો સહિત પાલનપુર પંથકમાં વરસાદ પડતાં પાલનપુરના અનેક ગ્રામીણ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે વરસાદને લઈને પાલનપુરથી મલાણા ગામને જોડતા અને 25 ગામો તરફ જતા માર્ગ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. મુખ્ય માર્ગ ઉપર ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાતા પાણી માંથી પસાર થતા બાઇક, એક્ટિવા અને કાર જેવા નાના વાહનો પાણીમાં ફસાઈને બંધ પડી રહ્યા છે તો મોટા વાહનો પણ પાણી માંથી મહામુસીબતે પસાર થઈ રહ્યા છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આજે 10 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ તૂટી પડશે
આ 25 ગામોને અસર
રોડ ઉપર પાણી ભરાતા પાલનપુરથી મલાણા થઈને આંત્રોલી, વરવાડિયા, રામપુરા, ઉત્તમપુરા સહિત 25 ગામો તરફ જતા આવતા નાના વાહન ચાલકો પાણી જોઈને પરત ફરી રહ્યા છે. તો 5 કિલોમીટર ફરીને જવા માટે મજબૂર બન્યા છે. તો દર ચોમાસામાં આ માર્ગ ઉપર આ જ સ્થતિ ઉભી થતા 25 ગામોના સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ રોડને ઊંચો કરવામાં આવે જેથી આ સમસ્યાનો અંત આવે એને વાહન ચાલકો અને સ્થાનિકોને કોઈ તકલીફ ન પડે.
અદ્રશ્ય શક્તિ યુવતીને ખેંચી ગઈ, સ્કૂટીથી આ દૂર જવા લાગી તો ભૂત દેખાયું