અદ્રશ્ય શક્તિ યુવતીને ખેંચી ગઈ, સ્કૂટીથી આ દૂર જવા લાગી તો ભૂત દેખાયું

Viral Video Today: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવીરીતે એક યુવતી સ્કૂટીથી ખેંચાઈને દૂર જવા લાગે છે, બચાવનાર શખ્સ પણ તેની સાથે ખેંચાઈ રહ્યો છે

અદ્રશ્ય શક્તિ યુવતીને ખેંચી ગઈ, સ્કૂટીથી આ દૂર જવા લાગી તો ભૂત દેખાયું

viral news : સોશિયલ મીડિયા પર એક વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક યુવતી અચાનક રસ્તા પર જાતે જ ઘસરવા લાગે છે. દ્રશ્ય જોઈને એવુ લાગે છે કે, જાણે કોઈ અદ્રશ્ય શક્તિ તેને ખેંચી રહી હોય. એટલુ જ નહિ, યુવતીને બચાવવા ઈચ્છતો યુવક પણ તેની સાથે ઘસડાઈ રહ્યો છે. બંને ખેંચાતા ખેંચાતા મોટી ગાડીની નીચે જતા રહે છે. આ નજારો જોઈને ત્યાં હાજર દરેક લોકો દંગ રહી જાય છે. 

સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્લેટફોર્મ પર આ વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. સાથે જ નેટિઝન્સ આ વીડિયોને અનેક પ્રકારના રિએક્શન આપી રહ્યાં છે. 

રસ્તા પર ખેંચાવા લાગી યુવતી
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દાવો કરાયો છે કે, કોઈ અદ્રશ્ય શક્તિ સ્કૂટી પર સવાર યુવતીને ખેંચીને લઈ જઈ રહી છે. સાથે જ એક શખ્સ જે તેને ખેંચીને બચાવવા માંગે છે, તે પણ તેને બચાવવામાં અસક્ષમ છે. ઉપરથી તે યુવક પણ ખેંચાઈ રહ્યો છે. તને જોઈ શકો છો કે, બંને રસ્તા પર ખેંચાતા જઈ રહ્યા છે અને એક ગાડીના મહાકાય પૈડા પાસે આવીને રોકાઈ જાય છે. કોઈ રાહદારીએ આ વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. વીડિયોમા દાવો કરાયો છે કે, બંનેને કોઈ ભૂત કે અદ્રશ્ય શક્તિ ખેંચીને લઈ ગઈ હતી.

 

લોકો આ વીડિયો પર જોરદાર રિએક્શન આપી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર જુઓ આ વીડિયો.  

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rao Ajay (@ajay__raoshab_)

 

શુ છે વાયરલ વીડિયોની હકીકત
જોકે, કેટલાક લોકોએ આ અદ્રશ્ય શક્તિના દાવાની પોલ ખોલી છે. નેટિઝન્સનું કહેવું છે કે, અહી અદ્રષ્ય શક્તિ કે ભૂત જેવું કંઈ જ નથી. યુવતી કોઈ રસ્તી કે તારમાં અટકી ગઈ છે અને કોઈ ગાડીથી ખેંચાઈ રહી છે. તો કેટલાક યુઝરે કહ્યું કે, જેવુ વીડિયોમાં બતાવાયું છે તેનાથી ઉલટુ દ્રશ્ય છે. યુવતી ગાડીથી દૂર જઈ રહી છે, અને તેને ઉલટુ બતાવાયું છે. આ વીડિયોને ajay__raoshab ઈન્સ્ટાગ્રામ પેજ પર અપલોડ કરાયો છે. વીડિયોને સેંકડોની સંખ્યામા લાઈક્સ અને વ્યૂ મળ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news