filariasis disease in ahmedabad અતુલ તિવારી/અમદાવાદ : વિકાસના હરણફાળ ભરી રહેલુ અમદાવાદ હવે રોગોનું ઘર બની રહ્યું છે. કોરોના બાદ ઓરીના કેસમાં એકાએક વધારો થયો હતો. હવે ઓરી બાદ નવા રોગનો શહેરમાં પગપેસારો થઈ રહ્યો છે. એમ કહો છે અમદાવાદમા છુપા પગે મોત આવી રહ્યું છે, કારણ કે આ બીમારી જ એવી છે. અમદાવાદમાં હાથીપગા રોગનો પગ પેસારો થયો હોવાની આશંકા છે. આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા 3600 સેમ્પલમાંથી 4 રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ થયું છે. કારણ કે, અન્ય રાજ્યોમાંથી આવતા શ્રમિકોમાં હાથીપગાનો રોગ જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હાથીપગાનો રોગ જોવા મળ્યો છે. રામોલ, ઇન્દ્રપુરી, વટવા, નોબલનગર અને બાપુનગર વિસ્તારમાં હાથીપગા રોગના દર્દીઓ જોવા મળી રહ્યાં છે. જેમાં ખાસ કરીને બિહાર અને ઉત્તરપ્રદેશના શ્રમિકો હાથીપગા પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. ત્યારે 4 કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ચોક્કસ પ્રકારની જીવાત કરડવાથી આ રોગ થતો હોવાનું તારણ છે. એકસાથે 4 કેસ સામે આવતા સમગ્ર અમદાવાદમાં સેમ્પલ લેવાની આરોગ્ય અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. 


આ પણ વાંચો : 


ગુજરાતના અચ્છે દિન ગયા : ઢાંકણીમાં ગણીને તેલ વાપરવું પડશે, સિંગતેલના ભાવમાં ઉછાળો


શરમજનક! ગૃહરાજ્ય મંત્રીના સુશાસનમાં ગુજરાતને કલંક, પોલીસ કસ્ટડી મોતમાં ગુજરાત મોખરે


હાથીપગાથી ચેતજો, આ છે લક્ષણો
આ વિશે ફિઝિશિયન ડો. પ્રવીણ ગર્ગે કહ્યું કે, હાથીપગાને આપણે “ફિલેરિયાસિસ” નામે પણ ઓળખીએ છીએ. હાથીપગો એ શરીરમાં રહેલી લસિકાગ્રંથિઓમાં ફિલેરિયાસિસના કૃમિનો ચેપ લાગવાને કારણે થાય છે. હાથીપગો થાય એટલે પગમાં સોજો આવવો, તાવ આવે, શરીરમાં દુખાવો થાવ, ઠંડી લાગે, ધ્રુજારી આવે, શરીર પર ખંજવાળ આવે છે. ફિલેરિયાસિસના કૃમિ લસિકાગ્રંથિમાં લાર્વા છોડે છે, જે લોહીના પ્રવાહમાં ભળે છે. હાથીપગાની સારવાર માટે ડી.ઇ.સી અને ઇવરમેકટીન નામની દવા આપવામાં આવે છે


વહેલી તકે પગલા લેવાય તો અટકાવી શકાય 
હાથીપગાના દર્દીને આજીવન વિકૃતિઓ સાથે યાતનામય જિંદગી પસાર કરવી પડે છે. ખાસ કરીને દરિયાકિનારે જોવા મળતા હાથીપગા રોગનો મુન્દ્રા તાલુકામાં એક પણ એક્ટિવ દર્દી નથી, પરંતુ અન્ય રાજ્યોના લોકોની અવર જવર ધરાવતા માઈગ્રેટ વિસ્તારમાં કેસ મળવાની શક્યતા વધુ હોય છે. આ જંતુઓ રાત્રિના દસ થી બે દરમ્યાન વધારે પ્રમાણમાં સક્રિય હોવાથી જો આ સમય દરમ્યાન લોહીના નમૂના લઈને તપાસવામાં આવે તો હાથીપગાના વહેલા નિદાન થકી તેની સારવાર કરી શકાય અને સ્થાનિકે ફેલાતો અટકાવવા માટેના પગલાં લઈ શકાય છે.


આ પણ વાંચો : 


ગુજરાતની સ્કૂલોમાં ગુજરાતી ભણાવાનું ફરજિયાત, તવાઈ આવશે


BIG NEWS : ગુજરાતને નર્મદાનું 11.7 MAF પાણી મળશે, સૌથી મોટી ખુશખબર