Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદના વાડજમાં પ્રેમ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરનાર દગાબાજ પ્રેમી વિરુદ્ધ પ્રેમિકાએ ફરિયાદ નોંધાઇ. પ્રેમ સંબંધ બનાવી ને વેલેન્ટાઈ ડે ના રોજ આરોપીએ સગાઈ કરી.. અને દુષ્કર્મ આચરીને સંબંધ તોડી દેતા યુવતીની ફરિયાદને લઈને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી. કોણ છે દગાબાજ પ્રેમી..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેલેન્ટાઈન દિવસ પ્રેમીઓ માટે યાદગાર દિવસ બનતો હોય છે, પરંતુ એક યુવતી માટે આ દિવસ હવે સજા બન્યો છે. કારણ કે તેના પ્રેમીએ પ્રેમના નામે તેની સાથે દુષ્કર્મ આચર્યું અને તરછોડી દીધી. આ ઘટના અમદાવાદના વાડજ વિસ્તારની છે. એક યુવતીએ તેના પ્રેમી કૃપલ રાવળ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. કૃપલ રાવલે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને 14 ફેબ્રુઆરી 2022માં સગાઈ કરી હતી અને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવતીએ લગ્ન કરવાનું કહેતા યુવકે લગ્નનો કરવાનો ઇન્કાર કર્યો હતો. જેથી યુવતીએ દગાબાજ પ્રેમી વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 


આ પણ વાંચો : 


આખરે સરકારી કર્મચારીઓના નસીબ ખૂલ્યા, પ્રમોશન માટે સરકારે લીધો આ નિર્ણય


મહાભારતના સંજય જેવી દ્રષ્ટિ છે સુરતના જીત પાસે, બંધ આંખોથી જુએ છે આખી દુનિયા


3 વર્ષ પહેલા યુવતી સેટેલાઇટ વિસ્તારમાં એક કંપનીમાં નોકરી કરતી હતી. એક મિત્ર દ્વારા યુવતી આરોપી કૃપલ રાવળના સંપર્કમાં આવી હતી. યુવતીને ઘરે મૂકવાની મદદ કરવાના બહાને આરોપી કૃપલે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. પહેલા મિત્રતા કરી અને બાદમા યુવતીને બાઈક પર ઘરે લેવા અને મૂકવા આવવાનું યુવકે શરૂ કર્યુ હતું. તેણે આ રીતે યુવતીને પ્રેમમાં ફસાવી હતી. યુવતી આરોપીના પ્રેમમાં એટલી અંધ થઈ ગઈ કે એક વર્ષ પહેલા પરિવારને પ્રેમી વિશે જાણ કરી અને પરિવારે વેલેન્ટાઈનના દિવસે બંનેની સગાઈ કરાવી હતી. આરોપી સગાઈનો લાભ લઈને યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો રહ્યો. પરંતુ જ્યારે લગ્ન કરવાની યુવતીએ વાત કરી તો તેણે લગ્નનો ઇન્કાર કરીને અન્ય યુવતી સાથે સંબંધ હોવાનું ખુલ્યું. જેથી યુવતીએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોઁધાવી. 


આ મુદ્દે વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ સીજી જોશીએ જણાવ્યું કે, અમે આ કેસમાં તપાસ શરૂ કરી છે. દુષ્કર્મની ફરિયાદ બાદ આરોપી કૃપલ રાવળ ઘરેથી નાસી ગયો હતો. વાડજ પોલીસે યુવતીનું મેડિકલ તપાસ કરાવીને આરોપીની ધરપકડને લઇને તજવીજ શરૂ કરી છે. પરંતુ વેલેન્ટાઇનના દિવસે યુવતીને આવા દગાબાજ પ્રેમી ઓથી સાવધાન રહેવું ખાસ જરૂરી બન્યું છે.


આ પણ વાંચો : 


કાઠિયાવાડી યુવક ઈંગ્લેન્ડની લાડી લાવ્યો.... રાજકોટવાસીઓએ આ રીતે કર્યુ વહુનુ સ્વાગત


અહી ગાંઠિયાની માનતા રાખવાથી ઉધરસ મટી જાય છે, ગુજરાતમાં આવેલુ છે આ અનોખું મંદિર